PBKS vs RCB: બેંગાલોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, પંજાબનો કેપ્ટન માત્ર 6 રન બનાવી આઉટ
- IPL 2025 ની 37મી મેચમાં PBKS vs RCB વચ્ચે રોમાંચક મુકાબલો
- PBKS vs RCBમાં બેંગ્લોરે ટોસ જીત્યો અને બોલિંગ પસંદ કરી
- પંજાબનો કેપ્ટન માત્ર 6 રન બનાવી આઉટ
PBKS vs RCB: મુલ્લાનપુરમાં IPL 2025 ની 37મી મેચ રમાઈ રહી છે. જેમાં પંજાબ કિંગ્સ(Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bengaluru) વચ્ચે રોમાંચક મુકાબલો થઈ રહ્યો છે. ટોસ જીત્યા બાદ બેંગ્લોરે બોલિંગ પસંદ કરી અને પંજાબને બેટિંગનું આમંત્રણ આપ્યું છે.
પંજાબને 4થી ઓવર ફળી
ગુજરાતે ટોસ જીત્યા બાદ બોલિંગ પસંદ કરી અને પંજાબને બેટિંગ આપી. પંજાબને 4થી ઓવર ફળી છે. પંજાબ દ્વારા 4થી ઓવરમાં 2 ચોગ્ગા ફટકારવામાં આવ્યા. આમ જોશ હેઝલવુડની આ ઓવર પણ મોંઘી સાબિત થઈ. પ્રિયાંશના આઉટ થયા બાદ પ્રભસિમરને બાજી સંભાળી અને ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારના બોલ પર 3 ચોગ્ગા ફટકાર્યા. પંજાબને પહેલી પરંતુ બીજી ઓવરમાં પ્રિયાંશ આર્યએ યશ દયાલ પર હુમલો કર્યો. તેણે આ ઓવરમાં એક છગ્ગો અને 2 ચોગ્ગા ફટકારીને 17 રન બનાવ્યા.
આ પણ વાંચોઃ RR vs LSG: વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સિદ્ધિ, છગ્ગો ફટકારીને IPLમાં ડેબ્યૂ કરનાર 10મો ખેલાડી બન્યો
PBKS પ્લેઈંગ 11
પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ સબ તરીકે હરપ્રીત બ્રાર, વિજયકુમાર વિષક, સૂર્યાંશ શેડગે, ગ્લેન મેક્સવેલ, પ્રવીણ દુબેનો સમાવેશ થાય છે.
RCB પ્લેઈંગ 11
ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ. ઈમ્પેક્ટ સબ તરીકે દેવદત્ત પડિકલ, રસિક દાર સલામ, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, સ્વપ્નિલ સિંહનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ RR vs LSG: લખનૌ સુપરજાયન્ટ્સે છેલ્લા બોલે મેચ પલટી નાખી, રાજસ્થાનને તેના ઘરઆંગણે હરાવ્યું