પેરિસ ઓલિમ્પિકની દોડવીર પર બોયફ્રેન્ડે આગ ચાંપી, 75 % શરીર બળી ગયું
- યુગાન્ડાની દોડવીર રેબેકા પર ઘાતકી હુમલો
- રેબેકા ચેપ્ટેગી પર તેના બોયફ્રેન્ડનો જીવલેણ હુમલો
- તેના બોયફ્રેન્ડે લગાવી આગ જેમા 75% શરીર બળી ગયું
- પેરિસ ઓલિમ્પિકની દોડવીર રેબેકા ચેપ્ટેગીને હોસ્પિટલમાં કરાઈ દાખલ
Rebecca Cheptegei News : કેન્યામાં રહેતી યુગાન્ડાની દોડવીર રેબેકા ચેપ્ટેગી (Rebecca Cheptegei) પર એક ઘાતકી હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, તેના બોયફ્રેન્ડે તેના પર હુમલો કરીને તેને આગ ચાંપી દીધી હતી. આ ભયાનક ઘટનામાં, ચેપ્ટેગીનું 75 ટકા શરીર બળી ગયું છે. 33 વર્ષીય આ દોડવીરએ 2024 પેરિસ ઓલિમ્પિક (Paris Olympic) માં મેરેથોનમાં 44મું સ્થાન મેળવ્યું હતું.
હુમલા પાછળનો વિવાદ અને ઘાતક પરિણામો
હુમલા દરમિયાન, ચેપ્ટેગી તેના ઘરે, પશ્ચિમી ટ્રાન્સ-ન્ઝોઇયા કાઉન્ટીમાં હતી, જ્યારે તેની ઉપર આ હુમલો કરવામાં આવ્યો. ટ્રાન્સ-ન્ઝોઇયા કાઉન્ટીના પોલીસ કમાન્ડર, જેરેમિયા ઓલે કોસિઓમના જણાવ્યા પ્રમાણે, રેબેકા (Rebecca Cheptegei) ના પૂર્વ બોયફ્રેન્ડ ડિક્સને પેટ્રોલ ભરેલો એક જગ મેળવીને તેના પર રેડ્યો હતો. બંને વચ્ચે જમીન સંબંધિત વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ડિક્સને તેની ઉપર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ હુમલામાં ડિક્સનને પણ આગથી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ, બંનેને તાત્કાલિક સારવાર માટે કેન્યાના એલ્ડોરેટ શહેરની મોઇ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં બંનેની હાલ સારવાર ચાલી રહી છે.
We regret to announce that our athlete Rebecca Cheptegei, who competed at the Olympics has suffered severe injuries and is hospitalized at Moi Teaching and Referral Hospital in Eldoret. This follows an incident involving her Kenyan boyfriend pouring petrol and setting fire on her pic.twitter.com/rgnWvgTpkb
— Uganda Athletics Federation-UAF (@UgaAthletics2) September 3, 2024
પોલીસ તપાસ અને રેબેકાની સ્થિતિ
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, અને હાલ વધુ વિગત બહાર આવવાની બાકી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલો જમીન વિવાદના કારણે થયો હતો, અને તેને પગલે બંને વચ્ચે સમયાંતરે ઘર્ષણ થતા રહેતા હતા. રેબેકા (Rebecca Cheptegei) ની હાલત ગંભીર છે, કારણ કે તેના શરીરના મોટા ભાગે ત્વચા ગંભીર રીતે બળી ગઈ છે.
Rebecca Cheptegei, who represented Uganda 🇺🇬 in the women’s marathon at @Paris2024 🇫🇷 Olympics, is in critical condition at Moi Referral Hospital in Eldoret, Kenya 🇰🇪 after her boyfriend allegedly doused her with petrol and set her on fire. pic.twitter.com/7MnDp2jpQZ
— Darren Allan Kyeyune (@AllanDarren) September 2, 2024
રેબેકા ચેપ્ટેગી: એક સફળ એથ્લિટનું જીવન અને કારકિર્દી
22 ફેબ્રુઆરી 1991ના રોજ યુગાન્ડામાં જન્મેલી રેબેકા ચેપ્ટેગી (Rebecca Cheptegei) એક પ્રતિભાશાળી દોડવીર છે. તેણે 2010 થી તેની મેરેથોન દોડવીરી કારકિર્દીનો આરંભ કર્યો હતો અને પોતાની મહેનત અને પ્રતિભાના આધારે અનેક સફળતાઓ મેળવી છે. 2022માં, તે થાઇલેન્ડના ચિયાંગ માઇમાં યોજાયેલા વર્લ્ડ માઉન્ટેન અને ટ્રેલ રનિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જાણીતી થઈ હતી. રેબેકા ચેપ્ટેગી (Rebecca Cheptegei) નું જીવન અને કારકિર્દી બંને ખૂબ જ પ્રેરણાત્મક છે, અને તે તેના દ્રઢ મનોબળ અને મહેનત માટે જાણીતી છે.
આગામી સમયની પડકારો
આઘાતજનક ઘટનાએ રેબેકાના જીવનમાં ભયાનક બદલાવ લાવ્યો છે. આ આઘાતજનક ઘટનાએ રમતજગતને પણ હચમચાવી દીધું છે. રેબેકા, એક પ્રતિભાશાળી અને લક્ષ્યશીલ એથ્લિટ, રિકવરી માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. તે હવે ફરીથી ઊભી થવા અને પોતાના લક્ષ્યોને હાંસલ કરવા માટેનું શારીરિક અને માનસિક બળ એકઠું કરી શકશે નહીં તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો: Paris Paralympics 2024 માં આજે ભારતનો ગોલ્ડન ડે, સુમિત અંતિલે જ્વેલિન થ્રોમાં જીત્યો Gold