Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં ગુજરાતના 3 સ્ટાર બતાવશે દમખમ, જાણો તેમનું Schedule

Paris Olympics 2024 માં ગુજરાતના ખેલાડીઓ પણ પોતાનો દમખમ બતાવવાના છે. તે પોતાના સંઘર્ષ અને જુસ્સાથી દેશને ગૌરવ અપાવવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતથી ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર છે. જ્યારે શૂટિંગમાં ઈલાવેનિલ વાલરિવન છે. આમ ગુજરાતના કુલ...
paris olympics 2024   ઓલિમ્પિકમાં ગુજરાતના 3 સ્ટાર બતાવશે દમખમ  જાણો તેમનું schedule

Paris Olympics 2024 માં ગુજરાતના ખેલાડીઓ પણ પોતાનો દમખમ બતાવવાના છે. તે પોતાના સંઘર્ષ અને જુસ્સાથી દેશને ગૌરવ અપાવવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતથી ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર છે. જ્યારે શૂટિંગમાં ઈલાવેનિલ વાલરિવન છે. આમ ગુજરાતના કુલ 3 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે. આ ખેલાડીઓ ક્યારે પોતાની રમત બતાવશે આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

ગુજરાતી ખેલાડીઓનું પેરિસ ઓલિમ્પિકમાં સમયપત્રક

હરમીત દેસાઈ - ટેબલ ટેનિસ

મેન્સ સિંગલ -
27 જુલાઈ 6.30 PM પ્રિલીમિનરી રાઉન્ડ
27 જુલાઈ 11.30 PM રાઉન્ડ 64
28 જુલાઈ 01.30 PM રાઉન્ડ 64
28 જુલાઈ 11.30 PM રાઉન્ડ 64
29 જુલાઈ 01.30 PM રાઉન્ડ 64
29 જુલાઈ 11.30 PM રાઉન્ડ 64
30 જુલાઈ 01.30 PM રાઉન્ડ 32
31 જુલાઈ 01.30 PM રાઉન્ડ 32
31 જુલાઈ 06.30 PM રાઉન્ડ 16
31 જુલાઈ 11.30 PM રાઉન્ડ 16
01 ઓગસ્ટ 02.30 PM ક્વાર્ટર ફાઈનલ
01 ઓગસ્ટ 06.30 PM ક્વાર્ટર ફાઈનલ
01 ઓગસ્ટ 08.30 PM ક્વાર્ટર ફાઈનલ
02 ઓગસ્ટ 12.30 PM ક્વાર્ટર ફાઈનલ
02 ઓગસ્ટ 02.30 PM સેમિફાઈનલ
02 ઓગસ્ટ 06.00 PM સેમિફાઈનલ
04 ઓગસ્ટ 05.00 PM બ્રોન્ઝ મેચ
04 ઓગસ્ટ 05.00 PM ગોલ્ડ મેચ

Advertisement

હરમીત દેસાઈ અને માનવ ઠક્કર

મેન્સ ટીમ-

Advertisement

05 ઓગસ્ટ 01.30 PM રાઉન્ડ 16
05 ઓગસ્ટ 06.30 PM રાઉન્ડ 16
05 ઓગસ્ટ 11.30 PM રાઉન્ડ 16
06 ઓગસ્ટ 01.30 PM રાઉન્ડ 16
06 ઓગસ્ટ 06.30 PM ક્વાર્ટર ફાઈનલ
06 ઓગસ્ટ 11.30 PM ક્વાર્ટર ફાઈનલ
07 ઓગસ્ટ 01.30 PM ક્વાર્ટર ફાઈનલ
07 ઓગસ્ટ 06.30 PM ક્વાર્ટર ફાઈનલ
07 ઓગસ્ટ 11.30 PM સેમિફાઈનલ
08 ઓગસ્ટ 01.30 PM સેમિફાઈનલ
09 ઓગસ્ટ 01.30 PM બ્રોન્ઝ મેચ
09 ઓગસ્ટ 06.30 PM ગોલ્ડ મેચ

ઈલાવેનિલ વાલરિવન - શૂટિંગ

- 10M એર રાઈફલ વુમન
28 જુલાઈ 12.45 PM ક્વોલિફિકેશન
29 જુલાઈ 01.00 PM ફાઈનલ

- 10M એર રાઈફલ મિક્સ ટીમ
27 જુલાઈ 12.30 PM ક્વોલિફિકેશન
27 જુલાઈ 02.00 PM ફાઈનલ

માનવ ઠક્કરની કારકીર્દી

સુરતમાં રહેતા માનવ ઠક્કરે ટેબલ ટેનિસમાં પોતાની ઉજળી કારકીર્દી બનાવી છે, મંઝિલ સુધી પહોંચવા માનવે કઠોર મહેનત કરી છે, માત્ર 5 વર્ષની ઉંમરેથી જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લેનાર માનવે દમદાર પ્રદર્શન કરી અત્યાર સુધીમાં ઢગલો મેડલ મેળવ્યા છે, 8 વર્ષના બાળકો તો ગલી ક્રિકેટ રમતા હોય છે, તે ઉંમરમાં પણ માનવ સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો. ટેબલ ટેનિસના ઈતિહાસમાં પ્રથમવાર ઈન્ડિયન ટેબલ ટેનિસ ટીમ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં રમતી જોવા મળશે. જે શક્ય બન્યું છે, સુરતના બે યુવાન ખેલાડીઓ માનવ ઠક્કર અને હરમિત દેસાઈના યોગદાનને લીધે. ઉંચા આત્મવિશ્વાસ સાથે આગળ વધનાર માનવ ઠક્કર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદુત યોજનાનો ખેલાડી છે. શક્તિદુત યોજનામાં વર્ષ 2014-15માં જોડાયેલા માનવ હાલ A કેટેગરીમાં આવે છે. મેન્સ સિંગલ્સમાં દેશમાં 2 રેન્ક પર આવતા માનવે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં પણ 13 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પણ 2 ગુજરાતીઓ દેશ માટે મેડલ મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે.

હરમીત દેસાઈ

હરમીત દેસાઈએ 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તેના પિતાએ ટેબલ ખરીદ્યું અને તેની સાથે રમવાનું શરૂ કર્યું. બાદમાં તેણે 5 વખતના વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયન પીટર કાર્લસન સાથે તાલીમ લેવાનું શરૂ કર્યું અને રમતમાં ઊંડો રસ કેળવ્યો. કાર્લસનના માર્ગદર્શન હેઠળ, હરમીતે અંડર-15 કેટેગરીમાં વર્લ્ડ જુનિયર સર્કિટ તાઇયુઆન ઓપનમાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ચંદ્રક (બ્રોન્ઝ) જીત્યો. તે પછી, હરમીતે ખંડીય અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા. 2019 માં, તેણે નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી અને આવું કરનાર ગુજરાતનો પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બન્યો. તે જ વર્ષે તેમને અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. WTT કન્ટેન્ડર્સ લાગોસ 2023માં, હરમીતે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવા માટે મેન્સ સિંગલ્સમાં વિશ્વના નંબર 12 જંગ વૂજિન અને વિશ્વના નંબર 26 જિયાંગ પેંગને હરાવીને તેની કારકિર્દીની સૌથી મોટી જીતનો દાવો કર્યો હતો. મે 2024માં, હરમીત અને યશસ્વિનીએ WTT સાઉદી સ્મેશમાં અલવારો અને મારિયાની વિશ્વ ક્રમાંકિત નંબર 5 જોડી સામે જીત મેળવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હરમીતની પસંદગી પેરિસ 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં કરવામાં આવી હતી.

ઈલાવેનિલ વાલરિવન

Elavenil Valarivanને ઘણીવાર ભારતીય શૂટિંગની 'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખવામાં આવે છે. જણાવી દઇએ કે, 2014 માં, Valarivan એ ગન્સ ફોર ગ્લોરી (GFG) એકેડેમીમાં જોડાયા પછી ગંભીરતાથી શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતં, જેની સ્થાપના લંડન 2012 બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગ દ્વારા કરવામાં આવી હતી. તેણીને નેહા ચવ્હાણ દ્વારા તાલીમ આપવામાં આવી છે અને તેને નારંગ દ્વારા પણ માર્ગદર્શન મળે છે. તેણે ટીમ ઈવેન્ટમાં શાળામાં શૂટિંગમાં તેનો પહેલો મેડલ જીત્યો, જેનાથી તેની રમત પ્રત્યેની રુચિ જાગી.

આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં નહીં યોજાય ઉદ્ઘાટન સમારોહ

Tags :
Advertisement

.