PARIS OLYMPIC 2024 : 'અમે જીતવાના ઈરાદા સાથે પેરિસ આવ્યા છીએ' - SHARATH KAMAL
PARIS OLYMPIC 2024 ને લઈને હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતના દરેક રમતપ્રેમીઓહવે આ વર્ષના OLYMPIC થી આશા છે કે આ વર્ષે ભારતના મેડલની સંખ્યા પણ બે આંકડા સુધી પહોંચે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી 117 ખેલાડીઓ PARIS OLYMPIC માં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. ભારતની ટીમ તરફથી આ વર્ષે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV SINDHU ઓપનિંગ સેરેમનીમાં મહિલા ધ્વજ ધારકની જવાબદારી નિભાવશે.વધુમાં ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ પુરુષ ટીમના ધ્વજવાહક બનવાના છે. શરથ કમલએ ભારતીય ટીમના ધ્વજવાહક બનવા અંગે તેમણે પોતાની ખુશી વ્યક્ત એક ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી હતી. ચાલો જાણીએ તેમણે શું કહ્યું
મારા અને મારા પરિવાર માટે આ એક મોટું સન્માન - SHARATH KAMAL
SHARATH KAMAL ભારતના TABLE TENNIS ખેલાડી છે. SHARATH પહેલા પણ OLYAMPIC માં ભાગ લઈ ચૂક્યા છે. PARIS OLYAMPIC તેમના માટે પાંચમી ઓલિમ્પિક છે. પરંતુ તે હજુ સુધી મેડલ જીતી શક્યો નથી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે - પહેલીવાર ટેબલ ટેનિસ પ્લેયર ફ્લેગ બેરર બની રહ્યો છે. આ મારા અને મારા પરિવાર માટે એક મોટું સન્માન છે. જો હું પાંચમી ઓલિમ્પિકમાં મેડલ લઈને પાછો જાઉં તો તે મોટી વાત હશે.
વધુમાં SHARATH KAMAL એ કહ્યું હતું કે - જ્યારે મેં 2004માં શરૂઆત કરી હતી. તે સમયે મેં વિચાર્યું ન હતું કે હું આટલા લાંબા સમય સુધી રમી શકીશ. રિયો ઓલિમ્પિક 2016 પછી મેં વિચાર્યું કે હું આગળ શું કરી શકું. કારણ કે તે સમયે મારી ઉંમર 30-32 વર્ષની હતી. આ પછી, મેં કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ગોલ્ડ મેડલ જીત્યો, તેથી હું હંમેશા ટૂંકા લક્ષ્ય સાથે ચાલ્યો છું.
'પેરિસમાં ચમત્કાર થશે' - SHARATH KAMAL
તેમણે TABLE TENNIS અને OLYMPIC વિશે પણ વાત કરતાં કહ્યું હતું કે - અમે જીતવાના ઈરાદા સાથે પેરિસ આવ્યા છીએ. અમે પ્રથમ વખત સિંગલ્સ રમી રહ્યા છીએ અને ટીમ ઈવેન્ટમાં પણ ક્વોલિફાઈ થયા છીએ. કદાચ પેરિસમાં ચમત્કાર થશે. ધીમે ધીમે ટેબલ ટેનિસ આગળ વધી રહી છે અને યુવા ખેલાડીઓ સારો દેખાવ કરી રહ્યા છે. 2016 પછી ટેબલ ટેનિસમાં બદલાવ આવ્યો છે. ભવિષ્યમાં મેડલ ચોક્કસપણે આવશે.
આ પણ વાંચો : India's Olympic History : 1900થી 2024 સુધી જાણો કેવી રહી છે સિદ્ધિ માટે ભારતની સફર