Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : વિનેશ ફોગાટે કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક્સમાં વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને અન્યાય થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાઇનલ પહેલાં માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે તેમને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને દેશભરમાં ભારે...
paris olympic 2024   વિનેશ ફોગાટે કર્યો સૌથી મોટો ખુલાસો  જાણીને ચોંકી જશો

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક્સમાં વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને અન્યાય થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાઇનલ પહેલાં માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે તેમને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને દેશભરમાં ભારે રોષ છે. વિનેશ ફોગાટે (Vinesh Phogat) આ નિર્ણય સામે CASમાં અપીલ કરી છે અને સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. આ અંગેનો નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો છે. ત્યારે સૌ કોઇના મનમાં છે કે વિનેશ ફોગાટ ક્યારે ભારત પરત ફરશે? તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વિનેશ ફોગાટ અને અન્ય ભારતીય એથ્લેટ્સ 13 ઓગસ્ટ, મંગળવારે ભારત પરત ફરશે. એટલે કે, જ્યારે CASનો નિર્ણય આવશે ત્યારે વિનેશ પોતાના પરિવાર સાથે હશે.

Advertisement

નિવૃત્તિનો નિર્ણય

આ ઘટનાથી વિચલિત થઈને વિનેશ ફોગાટે કુસ્તી (wrestling) માંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે, દેશવાસીઓ અને અન્ય દેશોના એથ્લેટ્સે તેમને આ નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી છે. વિનેશ ફોગાટ (Vinesh Phogat) ના સમર્થનમાં હરિયાણાના સર્વ ખાપે તેમને ગોલ્ડ મેડલ (Gold Medal) આપવાનો નિર્ણય લીધો છે. વિનેશ ફોગાટને મળેલા અન્યાય સામે વિશ્વભરના એથ્લેટ્સે પણ અવાજ ઉઠાવ્યો છે. અમેરિકાના ગોલ્ડ મેડલ વિજેતા જોર્ડન બુરોઝ (American gold medalist Jordan Burroughs) અને જાપાની એથ્લેટ રેઈ હિગુચી (Japanese athlete Rei Higuchi) એ પણ વિનેશને સમર્થન આપ્યું છે.

Advertisement

વિનેશ વજનના કારણે અયોગ્ય જાહેર

હિગુચીએ તેમને નિવૃત્તિ પાછી ખેંચી લેવા વિનંતી કરી છે. જણાવી દઈએ કે આખા દેશને વિનેશ પાસેથી ગોલ્ડ મેડલ (Gold Medal) ની આશા હતી કારણ કે તેણે ટોપ સીડ અને ટોક્યો 2020ની ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ પછી, તેણે ભૂતપૂર્વ યુરોપિયન ચેમ્પિયન યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. સેમિફાઇનલમાં, તેણીનો મુકાબલો વર્તમાન પેન અમેરિકન ગેમ્સ ચેમ્પિયન ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન સામે થયો હતો. જેમાં વિનેશે જીત મેળવી હતી. આ પછી તેની ફાઈનલ થવાની હતી, પરંતુ તે પહેલા તે વધારે વજનના કારણે અયોગ્ય જાહેર થઈ હતી.

Advertisement

વિનેશનું શું કહેવું છે?

વિનેશે જણાવ્યું કે, ઓલિમ્પિક વિલેજ અને સ્પર્ધા સ્થળ વચ્ચે લાંબુ અંતર હોવાને કારણે તેમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હતું. આના કારણે તેમને પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પૂરતો સમય મળ્યો નહીં અને તેમનું વજન 52.7 કિલો સુધી પહોંચી ગયું હતું. વિનેશના વકીલે દાવો કર્યો છે કે ઉનાળાની ગરમી અને વધુ પડતી કસરત કરવાને કારણે શરીરમાં પાણી એકઠું થવું અને સ્નાયુઓમાં વધારો થવો પણ વજન વધવાના કારણો હોઈ શકે છે. વિનેશના વકીલે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે કે વિનેશે જાણીજોઈને વજન વધાર્યું હતું. તેમણે કહ્યું કે વિનેશે ક્યારેય કોઈ પ્રકારની છેતરપિંડી કરી નથી. હાલમાં, વિનેશ અને આખો દેશ CASના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. CASનો નિર્ણય આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે વિનેશને ન્યાય મળશે કે નહીં.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : સચિન બાદ ગાંગુલી વિનેશ ફોગાટના પક્ષમાં શું બોલ્યાં?

Tags :
Advertisement

.