Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈની જીત સાથે શરૂઆત

Paris Olympic 2024 : મેન્સ ટેબલ ટેનિસમાં ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં બે વખતના સુવર્ણ ચંદ્રક વિજેતા હરમીત દેસાઈએ સ્પર્ધાની સકારાત્મક શરૂઆત કરી હતી. હરમીત દેસાઈએ જોર્ડનના ઝૈદ અબો યમનને 4-0થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો...
paris olympic 2024   ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈની જીત સાથે શરૂઆત

Paris Olympic 2024 : મેન્સ ટેબલ ટેનિસમાં ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં બે વખતના સુવર્ણ ચંદ્રક વિજેતા હરમીત દેસાઈએ સ્પર્ધાની સકારાત્મક શરૂઆત કરી હતી. હરમીત દેસાઈએ જોર્ડનના ઝૈદ અબો યમનને 4-0થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

Advertisement

ગુજરાતી ખેલાડીએ રંગ રાખ્યો

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વિજયી શરૂઆત કરી છે. હરમીતે મેન્સ સિંગલ્સની મેચમાં ઝૈદ અબો યમનને એકતરફી ફાઈટ આપતા 4-0થી હરાવ્યો હતો. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી. આ સાથે હરમીત રાઉન્ડ ઓફ 64માં પહોંચી ગયો છે, જ્યા તે ફ્રાન્સના 31 વર્ષીય ફેલિક્સ લેબ્રુન સામે ટકરાશે. તે મેન્સ સિંગલ ઈવેન્ટમાં ભારતના પેરિસ 2024 ઓપનિંગ સેરેમનીના સહ ધ્વજધારક શરથ કમલ સાથે જોડાશે. તેણે સતત પાંચ પોઈન્ટ મેળવીને પ્રથમ ગેમ માત્ર છ મિનિટમાં 11-7થી જીતી લીધી હતી. જોકે, બીજી ગેમમાં તેને સખત લડતનો સામનો કરવો પડ્યો હતો. જોકે, દેસાઈએ તેના જોર્ડન વિરોધી પર દબાણ જાળવી રાખ્યું. તેણે બીજી ગેમ 11-9થી જીતી, તેણે સર્વિસ પર 5 પોઈન્ટ મેળવ્યા.

Advertisement

હરમીત દેસાઈની આક્રમક રમત સાથે વિજય

હરમીત માટે ત્રીજી ગેમ આસાન સાબિત થઈ હતી. તે તેની સર્વિસ સાથે ખૂબ જ આક્રમક જોવા મળ્યો હતો અને તેણે સાત મિનિટમાં 11-5થી ગેમ જીતી 7 પોઇન્ટ મેળવ્યા હતા. દેસાઈએ છ મિનિટમાં ચોથી ગેમ 11-5થી જીતીને મેચ જીતી લીધી હતી. અંતિમ રમતમાં, તેણે અબો યામનને હરાવવા અને મુખ્ય ડ્રોમાં પ્રવેશ કરવા માટે સતત 5 પોઇન્ટ મેળવ્યા હતા. ભારતીય દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ પણ રવિવારે મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 64માં એક્શનમાં ઉતરશે. તેનો મુકાબલો સ્લોવેનિયાના ડેની કોઝુલ સાથે થશે.

હરમીત દેસાઈની ઉજ્જવળ કારકિર્દી

હરમીત દેસાઈએ 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તેના પિતાએ ટેબલ ખરીદ્યું અને તેની સાથે રમવાનું શરૂ કર્યું. બાદમાં તેણે 5 વખતના વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયન પીટર કાર્લસન સાથે તાલીમ લેવાનું શરૂ કર્યું અને રમતમાં ઊંડો રસ કેળવ્યો. કાર્લસનના માર્ગદર્શન હેઠળ, હરમીતે અંડર-15 કેટેગરીમાં વર્લ્ડ જુનિયર સર્કિટ તાઇયુઆન ઓપનમાં તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ચંદ્રક (બ્રોન્ઝ) જીત્યો. તે પછી, હરમીતે ખંડીય અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા. 2019 માં, તેણે નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી અને આવું કરનાર ગુજરાતનો પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બન્યો. તે જ વર્ષે તેમને અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. WTT કન્ટેન્ડર્સ લાગોસ 2023માં, હરમીતે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવા માટે મેન્સ સિંગલ્સમાં વિશ્વના નંબર 12 જંગ વૂજિન અને વિશ્વના નંબર 26 જિયાંગ પેંગને હરાવીને તેની કારકિર્દીની સૌથી મોટી જીતનો દાવો કર્યો હતો. મે 2024માં, હરમીત અને યશસ્વિનીએ WTT સાઉદી સ્મેશમાં અલવારો અને મારિયાની વિશ્વ ક્રમાંકિત નંબર 5 જોડી સામે જીત મેળવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હરમીતની પસંદગી પેરિસ 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Paris Olympic 2024 માં ભારતને પહેલી મોટી સફળતા, શૂટિંગમાં મનુ ભાકર ફાઈનલમાં પહોંચી

Tags :
Advertisement

.