Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : ક્વાર્ટર ફાઇનલમાં સાત્વિક-ચિરાગની એન્ટ્રી

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. વાસ્તવમાં, સોમવારે યોજાનારી ચિરાગ-સાત્વિકની ગ્રુપ-સ્ટેજની મેચ રદ કરવામાં આવી હતી. વર્લ્ડ નંબર-3 સાત્વિક-ચિરાગને તેમની બીજી ગ્રુપ ગેમમાં જર્મનીના માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલનો સામનો કરવો પડ્યો હતો....
paris olympic 2024   ક્વાર્ટર ફાઇનલમાં સાત્વિક ચિરાગની એન્ટ્રી
Advertisement

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. વાસ્તવમાં, સોમવારે યોજાનારી ચિરાગ-સાત્વિકની ગ્રુપ-સ્ટેજની મેચ રદ કરવામાં આવી હતી. વર્લ્ડ નંબર-3 સાત્વિક-ચિરાગને તેમની બીજી ગ્રુપ ગેમમાં જર્મનીના માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ લેમ્સફસને તેના ઘૂંટણમાં ઇજા થતાં સીડેલ તેનું નામ પાછું ખેચ્યું હતું. આવી સ્થિતિમાં ચિરાગ-સાત્વિકને ફાયદો મળ્યો અને તેમણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જોડી ઓલિમ્પિકના ટોપ-8માં પહોંચનારી પ્રથમ ભારતીય પુરુષ જોડી છે. સાત્વિક-ચિરાગે ગ્રુપ-Cમાં એક જીત હાંસલ કરી છે. જર્મન જોડી ઈજાના કારણે આ ગ્રૂપમાંથી ખસી ગઈ છે જ્યારે યજમાન ફ્રેન્ચ જોડી તેની બંને મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ભારત અને ઈન્ડોનેશિયાની જોડી એક-એક જીત સાથે ટોપ-8માં પહોંચી ગઈ છે. દરેક ગ્રુપમાંથી 2 ટીમોએ ક્વાર્ટર ફાઈનલ રમવાની છે. વાસ્તવમાં, પ્રથમ મેચમાં, સાત્વિક અને ચિરાગની ભારતીય જોડીએ કોર્વી લુકાસ અને લેબર રોનનની યજમાન ફ્રેન્ચ જોડી સામે 21-17, 21-14થી મેચ જીતી લીધી હતી. વળી, હવે ફ્રાન્સની કોર્વી લુકાસ અને લેબર રોનનની જોડી પણ ઇન્ડોનેશિયાના ફજર અલ્ફિઆન અને મોહમ્મદ રિયાન અર્દિયાન્ટો સામે હારી ગઈ છે. આવી સ્થિતિમાં સાત્વિક અને ચિરાગની જોડી તેમના ગ્રૂપના ટોપ-2માં નિશ્ચિત છે.

Advertisement

સાત્વિક અને ચિરાગની જોડી ટોપ-2 સાથે ગ્રુપ સ્ટેજનો અંત કરશે. આવી સ્થિતિમાં આ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે સાત્વિક અને ચિરાગ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ડબલ્સ જોડી બની છે. બેડમિન્ટનમાં ભારત માટે આ એક મોટી ઉપલબ્ધી છે. ભારતની સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો આગામી મુકાબલો 30 જુલાઈએ ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સામે થશે. જો તેઓ આ મેચમાં ઈન્ડોનેશિયાની જોડીને હરાવે છે તો ભારતીય જોડી ગ્રુપ સ્ટેજમાં ટોપ પર પહોંચી જશે.

Advertisement

આ પણ વાંચો:  Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે Good News, લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયનને હરાવ્યો

Tags :
Advertisement

Related News

featured-img
સુરત

SURAT માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ, પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી

featured-img
અમદાવાદ

Ahmedabad: વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે

featured-img
આંતરરાષ્ટ્રીય

4 દિવસ કામ, વધુ સમય પરિવાર સાથે; પ્રજનન દર વધારવાનો નવો રસ્તો શોધતું જાપાન

featured-img
બિઝનેસ

જેટલા પૈસા હોય તે આ શેરમાં રોકી દો, નિષ્ણાંતો પણ કરી રહ્યા છે પડાપડી

featured-img
રાષ્ટ્રીય

કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, કેજરીવાલને હંફાવવા સંદીપ દીક્ષિતને ઉતારવામાં આવ્યા

featured-img
અમદાવાદ

AMC દ્વારા ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં કરાયો વધારો, શું મહાનગરપાલિકા તિજોરી ભરવા માંગે છે?

×

Live Tv

Trending News

.

×