Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની વિજયી શરૂઆત

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ વિજયી શરૂઆત કરી છે. સાત્વિક અને ચિરાગે (Satwik and Chirag) તેમના ઝુંબેશની શરૂઆત લુકાસ અને રોનન પર પ્રભાવશાળી જીત સાથે કરી હતી. સાત્વિક અને ચિરાગ 29 જુલાઈના રોજ બપોરે 12:00 PM...
09:12 PM Jul 27, 2024 IST | Hardik Shah
Satwik & Chirag in Paris Olympic 2024

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ વિજયી શરૂઆત કરી છે. સાત્વિક અને ચિરાગે (Satwik and Chirag) તેમના ઝુંબેશની શરૂઆત લુકાસ અને રોનન પર પ્રભાવશાળી જીત સાથે કરી હતી. સાત્વિક અને ચિરાગ 29 જુલાઈના રોજ બપોરે 12:00 PM IST પર તેમની બીજી ગ્રુપ સ્ટેજની રમતમાં લેમ્સફસ અને સીડેલ સામે ટકરાશે.

ફ્રેન્ચ જોડી સામે સાત્વિક-ચિરાગનો વિજય

મેડલના દાવેદાર ગણાતા સાત્વિકસાઈ રાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (Satwiksairaj Rankireddy and Chirag Shetty) ની મેન્સ ડબલ્સની જોડીએ પેરિસ ઓલિમ્પિકમાં જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ગ્રુપ Cની મેચમાં ભારતીય જોડીએ યજમાન ફ્રેન્ચ જોડી કોર્વી લુકાસ અને લેબર રોનેનને સીધી ગેમમાં 21-17 અને 21-14ના માર્જીનથી હરાવી હતી. પોતાના શાનદાર ફોર્મને જારી રાખતા ભારતીય જોડી ફ્રેન્ચ જોડીને હરાવવામાં સફળ રહી હતી. સાત્વિક અને ચિરાગે પ્રથમ ગેમ 21-17થી જીત્યા બાદ બીજી ગેમમાં પણ બ્રેક સુધી 11-8ની લીડ મેળવી હતી. ભારતીય જોડીને પ્રથમ ગેમ જીતવામાં 23 મિનિટનો સમય લાગ્યો હતો. આ પછી બીજી ગેમમાં 13 મિનિટમાં 11-8ની લીડ મેળવી લીધી હતી. આ પછી, તેઓએ ઝડપથી બાકીનું કામ પૂર્ણ કર્યું અને બીજી ગેમ 21-14 થી જીતીને જીત સાથે તેમના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી.

રવિવારે જર્મન જોડી સામે મુકાબલો

ભારતીય જોડીએ 47 મિનિટમાં મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય જોડીએ જે પણ પોઈન્ટ આપ્યા તે તેમની ભૂલોને કારણે હતા નહીંતર સ્કોર લાઈન અલગ હોત. હવે ગ્રુપ સીની બીજી મેચમાં સાત્વિકસાઈ રાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો મુકાબલો જર્મન જોડી સામે થશે. આ મેચ રવિવારે બપોરે 12 વાગ્યાથી રમાશે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક ગુડ ન્યૂઝ, લક્ષ્ય સેનની ધમાકેદાર જીત

Tags :
BadmintonBroadcast in IndiaChirag ShettyFrench PairGerman PairGroup Stage MatchGujarat FirstHardik ShahIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesIndian DuoIndian forceIndian Forces Paris Olympicsindian playersLucas and RonanMatch ResultMedal expectationsMen's DoublesOlympic CampaignOlympic Games datesParis 2024 eventsParis OlympicsPARIS OLYMPICS 2024Satwik and ChiragSatwiksairaj RankireddyScorelineSportsvictory
Next Article