Paris Olympic 2024 : મેડલની હેટ્રિકથી દૂર રહી PV Sindhu, શું હવે જાહેર કરશે નિવૃત્તિ? જાણો શું કહ્યું...
- પીવી સિંધુ ટૂંકા વિરામ પછી પાછી આવશે
- પીવી સિંધુ રાઉન્ડ ઑફ 16માં બહાર થઈ ગઈ
- સિંધુ મેડલ હેટ્રિક કરવામાં નિષ્ફળ રહી
- સિંધુએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી
Paris Olympic 2024 માં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. શૂટિંગમાં મનુ ભાકરે સતત બે બ્રોન્ઝ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જોકે, દેશની સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV Sindhu આ વખતે મેડલ જીતવામાં નિષ્ફળ રહી છે. પીવી સિંધુ પાસેથી મેડલ જીતવાની ઘણી આશાઓ હતી. તેણે રિયો અને ટોક્યો ઓલિમ્પિક્સમાં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. આ વખતે પણ તે મેડલ હેટ્રિક કરવા માંગતી હતી, પરંતુ તે રાઉન્ડ ઑફ 16માં જ બહાર થઈ ગઈ. આ પછી, શું તે નિવૃત્તિ લેવા જઈ રહી છે? તેણે પોતાના ભવિષ્ય વિશે વાત કરી છે. તેણીએ કહ્યું છે કે તે એક નાનો વિરામ લઈ રહી છે, કારણ કે તેના શરીર અને મનને તેની જરૂર છે.
સિંધુનું મેડલ જીતવાનું સપનું અધૂરું રહ્યું
પેરિસ ઓલિમ્પિકમાં મળેલી આ હારથી તે ખૂબ જ દુઃખી છે. PV Sindhu એ પોતાની હાર બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેણે લખ્યું છે કે, "પેરિસ ઓલિમ્પિક્સ એક અનોખો અનુભવ રહ્યો. મેં મારી શ્રેષ્ઠ કોશિશ કરી, પરંતુ આ વખતે નસીબ મારા સાથે ન હતું. હું ભારત માટે મેડલ જીતવામાં નિષ્ફળ રહી તેનાથી હું ખૂબ જ નિરાશ છું. પરંતુ હું આગળ વધવા તૈયાર છું અને આગામી સ્પર્ધાઓ માટે મહેનત કરીશ." PV Sindhuએ લખ્યું, "પેરિસ 2024: એક સુંદર સફર, પરંતુ એક કઠિન હાર. આ હાર મારી કારકિર્દીની સૌથી મુશ્કેલ હારમાંથી એક છે. તેને સ્વીકારવામાં સમય લાગશે, પરંતુ જેમ જેમ જીવન આગળ વધે છે, હું જાણું છું કે હું આને પાર કરીશ 2024ની પેરિસની સફર, બે વર્ષની ઈજા અને લાંબો સમય હોવા છતાં, અહીં ઊભા રહીને ત્રીજા ઓલિમ્પિકમાં મારા અદ્ભુત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે હું ખરેખર ધન્ય અનુભવું છું.
સિંધુ નવી શરૂઆત માટે તૈયાર
તેણે આગળ લખ્યું, "હું આ સ્તરે સ્પર્ધા કરવા માટે અને વધુ મહત્ત્વની વાત એ છે કે એક પેઢીને પ્રેરિત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છું. આ સમય દરમિયાન તમારા સંદેશાઓ મને ખૂબ જ આશ્વાસન આપે છે. હું અને મારી ટીમ પેરિસ 2024 માટે બધુ જ આપ્યું, કોઇ અફસોસ વિના બધું કોર્ટ પર છોડી દીધું." PV Sindhuની હારથી ભારતીય ચાહકો નિરાશ થયા છે. પરંતુ સિંધુએ પોતાની હારને સ્વીકારી અને આગળ વધવાની તૈયારી દર્શાવી છે. પીવી સિંધુએ તેના ભવિષ્ય વિશે વધુમાં જણાવ્યું, "મારા ભવિષ્ય વિશે, હું સ્પષ્ટ થવા માંગુ છું: હું રમવાનું ચાલુ રાખીશ, ભલે ટૂંકા વિરામ પછી. મારું શરીર અને સૌથી અગત્યનું, મારું મન તેના માટે તૈયાર હશે. હું આગળની મુસાફરીનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની યોજના બનાવી રહી છુ અને તે રમતને રમવામાં વઘુ આનંદ શોધીશ, જેને હું ખૂબ પસંદ કરું છું."
આ પણ વાંચો: Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી