Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : હોકીમાં ભારતની શાનદાર જીત, ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું

પેરિસ ઓલિમ્પિક હોકીમાં મોટા સમાચાર ભારતે તાકતવર ઓસ્ટ્રેલિયાને 3-2થી પછાડ્યું ટોકિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ ટીમ છે ઓસ્ટ્રેલિયા હોકીમાં ફરી એકવાર ભારતની શાનદાર રમત ભારતના હરમનપ્રીતે ફરી 2 ગોલ ફટકાર્યા ભારતે પહેલાં જ ક્વાર્ટરમાં ફટકાર્યાં હતા 2 ગોલ શરૂઆતથી આક્રમક...
paris olympic 2024   હોકીમાં ભારતની શાનદાર જીત  ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું
  • પેરિસ ઓલિમ્પિક હોકીમાં મોટા સમાચાર
  • ભારતે તાકતવર ઓસ્ટ્રેલિયાને 3-2થી પછાડ્યું
  • ટોકિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ ટીમ છે ઓસ્ટ્રેલિયા
  • હોકીમાં ફરી એકવાર ભારતની શાનદાર રમત
  • ભારતના હરમનપ્રીતે ફરી 2 ગોલ ફટકાર્યા
  • ભારતે પહેલાં જ ક્વાર્ટરમાં ફટકાર્યાં હતા 2 ગોલ
  • શરૂઆતથી આક્રમક રમત રમ્યું ભારત

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમે ટોકિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. મેચમાં હરમનપ્રીત સિંહે ફરી એકવાર બે ગોલ કરીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત રમી અને પ્રથમ ક્વાર્ટરમાં જ બે ગોલ કરીને મજબૂત લીડ મેળવી હતી. આ જીત સાથે ભારતીય હોકી ટીમે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે.

Advertisement

શરૂઆતથી જ આક્રમક રહ્યું ભારત

આજે 2 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી મેચ રમાઈ હતી. તેણે ટોકિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ મેચમાં હરમનપ્રીત સિંહે ફરી એકવાર બે ગોલ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ શરૂઆતથી જ વિરોધી ટીમ પર હાવી જોવા મળી રહી હતી. હોકીમાં ભારતીય ટીમ માટે આ જીત ઘણી મહત્વની હતી. ભારતીય ટીમ હોકીમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે આ મેચ 3-2ના માર્જિનથી જીતી લીધી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે, પરંતુ આ જીતથી ભારતીય ટીમનું મનોબળ વધ્યું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની નોકઆઉટ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી શકશે.

Advertisement

1972માં ઓસ્ટ્રેલિયા સામે જીત્યુ હતું ભારત

હોકીની દુનિયામાં એક ઐતિહાસિક દિવસ આવી ગયો છે. ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં એક કમાલની જીત નોંધાવી છે. તેણે હોકીને સુપર પાવર ગણાતા ઓસ્ટ્રેલિયાને 3-2થી પરાજય આપ્યો છે. આ ભારત માટે એક મોટી ઉપલબ્ધી બરાબર છે. કારણ કે છેલ્લી વખત ભારતે ઓસ્ટ્રેલિયાને વર્ષ 1972 માં હરાવ્યું હતું. હવે ભારતીય હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. આ મેચ જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવે આગળની મેચોમાં પણ ભારતીય ટીમથી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. આ જીત સાથે ભારતીય હોકી ટીમે સાબિત કરી દીધું છે કે તેઓ હજુ પણ વિશ્વની ટોચની ટીમોમાંની એક છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : મેડલની હેટ્રિકથી દૂર રહી PV Sindhu, શું હવે જાહેર કરશે નિવૃત્તિ? જાણો શું કહ્યું...

Advertisement

Tags :
Advertisement

.