Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતને મળી નિરાશા, લક્ષ્ય સેનની હાર સાથે બ્રોન્ઝનું સપનું ચકનાચૂર

પેરિસ ઓલિમ્પકમાં ભારને મળી વધુ એક નિરાશા બેડમિન્ટનમાં લક્ષ્ય સેનની હાર એક મેચ જીતીને લક્ષ્ય રચી શકતો હતો ઇતિહાસ Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીનું તેનું પ્રદર્શન બતાવી રહ્યું હતું કે,...
paris olympic 2024   બેડમિન્ટનમાં ભારતને મળી નિરાશા  લક્ષ્ય સેનની હાર સાથે બ્રોન્ઝનું સપનું ચકનાચૂર
  • પેરિસ ઓલિમ્પકમાં ભારને મળી વધુ એક નિરાશા
  • બેડમિન્ટનમાં લક્ષ્ય સેનની હાર
  • એક મેચ જીતીને લક્ષ્ય રચી શકતો હતો ઇતિહાસ

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીનું તેનું પ્રદર્શન બતાવી રહ્યું હતું કે, તે બેડમિન્ટનમાં ભારતને એક મેડલ અપાવશે. અને થયું પણ કઇંક આવું જ. આજે લક્ષ્ય સેન અને મલેશિયાના લી જી જિયા વચ્ચે સ્પર્ધા શરૂ થઈ. જેમા લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાથી દૂર રહી ગયો હતો.

Advertisement

રોમાંચક મેચમાં લક્ષ્ય સેનની હાર

લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેડમિન્ટનની મેન્સ સિંગલ્સમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. લક્ષ્યને મલેશિયાના લી જી જિયાના હાથે 21-13, 16-21, 11-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે આ નિરાશાની ક્ષણ છે. જો લક્ષ્ય આ મેચ જીતી ગયો હોત તો તે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બની ગયો હોત. બેડમિન્ટન મેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ભારત ક્યારેય કોઈ મેડલ જીતી શક્યું નથી. લક્ષ્ય સેન આવું કરનાર પ્રથમ ખેલાડી બની શક્યો હોત. લક્ષ્ય સેન આ મેચમાં મલેશિયાના લી જી જિયા સામે હારી ગયો છે. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.

Advertisement

કેવી રહી મેચ?

લક્ષ્ય સેન અને લી જી જિયા વચ્ચે રમાયેલી મેચ લી જી જિયાએ 13-21, 21-16, 21-11ના માર્જીનથી જીતી લીધી હતી. આ મેચ પહેલા લક્ષ્ય સેને સેટ જીત્યો હતો, પરંતુ આ પછી મલેશિયાના લી જી જિયાએ શાનદાર વાપસી કરી હતી. લક્ષ્યે પહેલો સેટ 21-13થી જીત્યો હતો. લી જી જિયા પહેલો સેટ હાર્યા બાદ નિરાશ ન થયો અને પછીના બે સેટમાં લક્ષ્ય સેનને હરાવી જીત મેળવી. બંને ખેલાડીઓ વચ્ચે બીજો સેટ ઘણો રોમાંચક રહ્યો હતો. જ્યાં લી જી જિયાએ 21-16થી જીત મેળવી હતી. લક્ષ્ય બીજા સેટમાં શાનદાર ફોર્મમાં હતો, પરંતુ પછી તેની સાથે કંઈક એવું બન્યું જેણે તેની લય બગાડી.

શું હાર ઈજાને કારણે થઈ હતી?

લક્ષ્ય સેન બેડમિન્ટન મેન્સ સિંગલ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચના બીજા સેટમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેની અસર તેની લય પર પણ પડી. ઈજા બાદ લક્ષ્યને હાથ પર પાટો બાંધવો પડ્યો હતો. તેના પ્લેઇંગ હેન્ડ પર ઈજા થઈ હતી. જેના કારણે તે યોગ્ય રીતે રમી શકતો ન હતો. તેના જમણા હાથમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. આ કારણે ઘણી વખત તેણે મેચની વચ્ચે બ્રેક લીધો હતો. અંતે, એવું જણાયું હતું કે તે તેની ઈજાથી ખૂબ જ પરેશાન હતો અને તે તેના આગામી બે સેટ ગુમાવવાનું એક કારણ પણ હતું. ઉલ્લેખનીય છે કે, લક્ષ્ય સેને આજે બ્રોન્ઝ મેડલ માટે પડકાર ફેંક્યો હતો. બ્રોન્ઝ મેડલ માટે તેનો મુકાબલો મલેશિયાના લી જી જિયા સાથે થયો હતો. આ મેચમાં લક્ષ્ય સેન બેડમિન્ટનમાં ભારત માટે ઓછામાં ઓછો એક મેડલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્ય સેન ભારત માટે બેડમિન્ટનમાં મેડલ જીતનાર એકમાત્ર દાવેદાર હતો. સેમિફાઇનલમાં તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન વિક્ટર એક્સેલસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિક્ટરે લક્ષ્યને સીધા સેટમાં 22-20, 21-14થી હરાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો:  Paris Olympic 2024: બેડમેન્ટન મેન્સ સિંગલમાં ભારતને હવે Lakshya Sen તરફથી બ્રોન્ઝની આશા

Tags :
Advertisement

.