Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : હોકીમાં અંતિમ ક્ષણે ભારતે પલટી બાજી, આર્જેન્ટિના વિરુદ્ધ મેચ ડ્રો

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં તેની બીજી મેચ રમી હતી. આર્જેન્ટિના સામે પ્રથમ ક્વાર્ટરમાં બંને તરફથી કોઈ ગોલ થઈ શક્યો નહોતો. પરંતુ બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આર્જેન્ટિનાએ પહેલો ગોલ રમતની...
paris olympic 2024   હોકીમાં અંતિમ ક્ષણે ભારતે પલટી બાજી  આર્જેન્ટિના વિરુદ્ધ મેચ ડ્રો

Paris Olympic 2024 : ભારતીય હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં તેની બીજી મેચ રમી હતી. આર્જેન્ટિના સામે પ્રથમ ક્વાર્ટરમાં બંને તરફથી કોઈ ગોલ થઈ શક્યો નહોતો. પરંતુ બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાએ ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આર્જેન્ટિનાએ પહેલો ગોલ રમતની 22મી મિનિટે કર્યો હતો. અગાઉ આ જ ક્વાર્ટરમાં ભારતને સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા, જેમા ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી. જોકે, કેપ્ટન હરમનપ્રીત સિંહે રમતની 59મી મિનિટે ગોલ કરીને ભારતને 1-1ની બરાબરી અપાવી હતી.

Advertisement

  • પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં ભારત ડ્રૉ રમ્યું
  • આર્જેન્ટિના સામે 1-1થી હોકી મુકાબલો ડ્રૉ
  • આર્જેન્ટિના સામે ભારતે છેલ્લી ઘડીમાં ગૉલ ફટકાર્યો
  • અંતિમ ક્ષણે બાજી પલટી ભારતે હારને અટકાવી
  • છેલ્લી 2 મિનિટમાં જ ભારતને 4 પેનલ્ટી કૉર્નર મળ્યાં
  • હરમનપ્રીતના છેલ્લી ઘડીના ગૉલથી હારથી બચ્યા
  • હોકીની બે મેચમાં હજુ સુધી ભારત અપરાજિત

ભારત-આર્જેન્ટિના 1-1 થી

આજે ભારતીય હોકી ટીમ શરૂઆતથી જ મુશ્કેલીમાં દેખાઇ રહી હતી. શરૂઆતના ત્રણ ક્વાર્ટરમાં ટીમ 1-0થી પાછળ હતી. નજારો જોતા એવું લાગી રહ્યું હતું કે, આ મેચ ભારતીય ટીમ હારી જશે પણ અંતિમ ક્ષણે ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને બાજી પલટી દીધી હતી. જ્યા આર્જેન્ટિના શરૂઆતથી જ હાવી દેખાતી હતી ત્યારે અંતિમ ક્ષણે ભારતના કેપ્ટને ગોલ કરી ભારતની વાપસી કરાવી હતી. આ સાથે ભારત અને આર્જેન્ટિનાનો સ્કોર 1-1 થી બરાબર રહ્યો હતો. ભારતીય ટીમ હવે તેની આગામી મેચ 30 જુલાઈએ આયર્લેન્ડ સામે રમશે.

Advertisement

આગામી મેચ આ ટીમો વિરુદ્ધ?

ઉલ્લેખનીય છે કે, ભારતે તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. હવે તેને આયર્લેન્ડ, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. આગામી રાઉન્ડમાં જવા માટે ભારતે આગામી મેચોમાં વધુ સારું રમવું પડશે. ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં ભારત અને આર્જેન્ટિના વચ્ચેની આ બીજી ડ્રો મેચ છે. અગાઉ 2004માં બંને ટીમો 2-2થી ડ્રો રમી હતી. આર્જેન્ટિના ભારતને હરાવીને પોતાનું ખાતું ખોલવાની આશા રાખતું હતું પરંતુ હરમનપ્રીતના ગોલથી તેની આશા પર પાણી ફરી વળ્યું.

આ પણ વાંચો: Paris Olympic 2024 : મેડલના ખૂબ નજીક પહોંચી અર્જુન બાબુતાને મળી નિરાશા

Advertisement

Tags :
Advertisement

.