Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : લિંગ વિવાદ વચ્ચે Imane Khelif એ જીત્યો Gold

લિંગ વિવાદ છતાં ઈમાન ખલીફે ગોલ્ડ મેડલ જીત્યો ઓલિમ્પિકમાં મહિલા બોક્સરનો દમદાર પ્રદર્શન ઈમાન ખલીફે ઓલિમ્પિક ગોલ્ડ જીતીને બનાવ્યો ઈતિહાસ Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલા બોક્સિંગે એક નવો વિવાદ ઉભો કર્યો હતો. અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફે (Imane...
04:59 PM Aug 10, 2024 IST | Hardik Shah
Boxer Imane Khelif won Gold

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલા બોક્સિંગે એક નવો વિવાદ ઉભો કર્યો હતો. અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફે (Imane Khelif) લિંગને લગતા વિવાદો વચ્ચે પણ ગોલ્ડ મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઈમાન ખલીફની મેચ દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે પુરૂષ છે. ભૂતકાળમાં પણ તેના લિંગને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. 2023 બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. પરંતુ આ બધા વિવાદો વચ્ચે તેણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા છે.

ઈમાન ખલીફે ગોલ્ડ કેવી રીતે જીત્યો?

ઓલિમ્પિક દરમિયાન તેને પુરૂષ કહીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ તેણે આ બધું અવગણીને પોતાની મેચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફે મહિલાઓની 66 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. ઈમાને ચીનની યાંગ લિયુ સામેની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈમાન ખલીફે ફાઇનલમાં એકતરફી જીત મેળવી હતી. ગોલ્ડ મેડલ માટે રમાયેલી ફાઇનલમાં ઇમાને ચીનની યાંગ લિયુને 5-0થી હરાવ્યું હતું. ઈમાન ખલીફ અલ્જીરિયાની પ્રથમ મહિલા બોક્સર છે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેના સિવાય માત્ર હુસેન સોલતાનીએ જ પુરૂષ વર્ગમાં અલ્જીરિયા માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઈમાન ખલીફે શું કહ્યું?

ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઈમાને કહ્યું કે આ તેનું 8 વર્ષનું સપનું હતું અને આજે તે સાકાર થયું છે. તેણે લોકોના હુમલાઓને અવગણીને આ મુકામ સુધી પહોંચી છે અને ભવિષ્યમાં આવા હુમલાઓ ન થાય તેવી તેની આશા છે. ઈમાન ખલીફ 25 વર્ષની છે. ફાઈનલ મેચ બાદ વાત કરતા મહિલા બોક્સરે કહ્યું, 'છેલ્લા 8 વર્ષથી આ મારું સપનું છે અને હવે હું ઓલિમ્પિક ચેમ્પિયન અને ગોલ્ડ વિજેતા છું. "તે હુમલાઓ પછી, મારી આ સફળતા મને વધુ આશ્વાસન આપે છે," ખલીફે તેના લિંગની આસપાસના તાજેતરના વિવાદ પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા ટ્રાન્સલેટર દ્વારા કહ્યું, અમે ઓલિમ્પિકમાં એથ્લેટ તરીકે પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને મને આશા છે કે ભવિષ્યમાં અમે ઓલિમ્પિકમાં આ પ્રકારના હુમલાઓ નહીં જોવા મળે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : કુસ્તીમાં 76 KG ફ્રી સ્ટાઈલમાં Reetika Hooda ની જીત

Tags :
2024 Paris Olympic Games2024 Paris OlympicsGender ControversyImane KhelifImane Khelif Gender ControversyParisParis OlympicParis olympic 2024
Next Article