Paris Olympic 2024 : બોક્સિંગમાંથી ભારત માટે આવ્યા Good News, Lovlina Borgohain નો થયો વિજય
- પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં ભારતને સફળતા
- 75 કિગ્રા વર્ગ બોક્સિંગમાં લવલીના બોર્ગોહેનની જીત
- નોર્વેની બોક્સર સનીવા હાફ્સટેડને 5-0થી હરાવી
- બોક્સર લવલીના પહોંચ્યા ક્વાર્ટર ફાઈનલમાં
Paris Olympic 2024 : મેરી કોમ, અમિત પંઘાલ અને વિજેન્દર સિંહ જેવા બોક્સરોએ તેમના શાનદાર પ્રદર્શનથી ઓલિમ્પિક અને ઘણી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં મેડલ જીતીને ભારતને ઘણી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. ત્યારે આજે લવલીના બોર્ગોહેનની મેચ નોર્વેની સુન્નિવા હોફસ્ટેડ વિરુદ્ધ રમાઈ હતી. જેમા ભારતની આ બોક્સરે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. Lovlina Borgohain એ નોર્વેની બોક્સર વિરુદ્ધ જીત મેળવી છે.
બોક્સિંગમાં ભારતને સફળતા
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા, Lovlina Borgohain એ તેના ઓલિમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી છે કારણ કે તેણીએ સુનિવા હોફસ્ટેડ સામે તેણીના રાઉન્ડ ઓફ 16 મુકાબલામાં જીત મેળવી છે. Lovlina Borgohain એ 75 કિગ્રા વર્ગમાં શાનદાર જીત મેળવી હતી. તેણે નોર્વેની બોક્સર સુન્નિવા હોફસ્ટેડને 5-0થી હરાવી છે. આ જીત બાદ Lovlina Borgohain ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. તેની આગામી મેચમાં જીત ભારત માટે મેડલ સુનિશ્ચિત કરશે.
🇮🇳 𝗙𝗮𝗻𝘁𝗮𝘀𝘁𝗶𝗰 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗟𝗼𝘃𝗹𝗶𝗻𝗮! Olympic Bronze medallist, Lovlina Borgohain gets off to a fine start in her Olympic campaign as she wins her round of 16 bout against Sunniva Hofstad.
🥊 A win in her next bout will assure a medal for India.
⏰ She will next… pic.twitter.com/6EGI5tIdmc
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
આક્રમક રમતનું પ્રદર્શન
ભારતીય બોક્સરે તેના અનુભવનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને ત્રીજા રાઉન્ડમાં તેની રક્ષણાત્મક તાકાત અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું. લવલીનાએ તેના પ્રતિસ્પર્ધી પર ઘણા સચોટ મુક્કાઓ લગાવીને નિર્ણાયકોને પ્રભાવિત કર્યા, અને આ રીતે તેણીને જીત મળી. લવલીના પેરિસ 2024માં એકમાત્ર ક્રમાંકિત ભારતીય બોક્સર તરીકે સ્પર્ધા કરી રહી છે.
ચીનની લી કિયાન સૌથી મોટો પડકાર
લવલીના માટે સૌથી મોટો પડકાર બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ચીની બોક્સર Li Qian હોઈ શકે છે, જે ક્વાર્ટર ફાઇનલમાં લોવલિના સામે ટકરાશે. લોવલિનાને મહિલાઓની 75 કિગ્રા વર્ગમાં આઠમો ક્રમાંક આપવામાં આવ્યો છે, જેના કારણે તેની ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત Li Qian સામે લડવાની શક્યતા વધી ગઈ છે. પેરિસ બોક્સિંગ યુનિટે પ્રારંભિક રાઉન્ડમાં ટોચના બોક્સરોને સામસામે લાવવાનું ટાળવા માટે આ રેન્કિંગ ઓર્ડર બનાવ્યો છે. લવલીના એકમાત્ર ભારતીય બોક્સર છે જેને આ ડ્રોમાં સીડ આપવામાં આવી છે.
લવલીના સામે ચીનની ચેલેન્જ
લવલીના અને Li Qian વચ્ચે ઘણી વખત મેચો થઈ ચૂકી છે. ખાસ કરીને પેરિસ ઓલિમ્પિકમાં 2023 એશિયન ગેમ્સની ફાઇનલમાં ચીની બોક્સર સામે મળેલી હારનો બદલો લેવાની ઈચ્છા લવલીનાના મનમાં ચોક્કસપણે હશે. જો કે, દિલ્હીમાં આયોજિત 2023 IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં, લવલીનાએ Li Qian ને 4-1ના માર્જિનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. આ કદાચ લવલીનાની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ જીતોમાંની એક હતી. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે ક્વાર્ટર ફાઇનલમાં લી સાથેની મેચ લવલીના માટે ઓલિમ્પિકમાં બીજો મેડલ જીતવાનું સપનું સાકાર કરવાનો માર્ગ ખોલી શકે છે. જો લવલીના આ પડકારને પાર કરી લે તો તેનો મેડલ નિશ્ચિત ગણી શકાય છે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : ટેબલ ટેનિસની રોમાંચક મેચમાં Shreeja Akula એ નોંધાવી જીત