Paris Olympic 2024 : બેડમિન્ટન ક્વીન PV Sindhu એ KUUBA Kristin વિરુદ્ધ મેળવી એક તરફી જીત
- પીવી સિંધુ: ફાયર!
- પીવી સિંધુનું કુબા સામે શાનદાર પ્રદર્શન
- બેડમિન્ટનમાં પીવી સિંધુની વિજયકૂચ યથાવત્
- પ્રિ ક્વાર્ટર ફાઈલનમાં પહોંચી પીવી સિંધુ
- એસ્ટોનિયન શટલર ક્રિસ્ટિન કુબાને હરાવી
Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતની સ્ટાર ખેલાડી PV Sindhu પાસેથી સૌ કોઇને આશા છે કે તે દેશને વધુ એક મેડલ અપાવશે. આજે તેનો મુકાબલો KUUBA Kristin સામે છે. ક્રિસ્ટિન એસ્ટોનિયા (Estonia) નું પ્રતિનિધિત્વ કરી રહી છે. મેચની શરૂઆતથી જ સિંધુ વિરોધી પર હાવી જોવા મળી રહી હતી. જેની અસર પરિણામ પર પણ જોવા મળી હતી. જીહા, આ મેચમાં પીવી સિંધુને એક તરફી જીત મળી છે. આ જીત બાદ સિંધુ પ્રી ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી ચુકી છે.
પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
આજે ગ્રુપ સ્ટેજની મેચમાં PV Sindhu એ શાનદાર રમત બતાવી હતી અને પોતાની વિરોધી Kuuba Kristin ને પોતાના પર થોડા સમય માટે પણ હાવી થવાની તક આપી નહોતી. પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ ક્રિસ્ટિન કુબાને 21-5, 21-10થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે આ મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. સિંધુ આ વખતના ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ અપાવે તેવી સૌ દેશવાસીઓ આશા રાખીને બેઠા છે અને જે રીતે તે રમી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે તે ભારતીયોની આશાને પૂર્ણ કરશે અને દેશને વધુ એક મેડલ અપાવશે.
🇮🇳 𝗦𝗶𝗻𝗱𝗵𝘂 𝘄𝗶𝗻𝘀 𝘄𝗶𝘁𝗵 𝗲𝗮𝘀𝗲! A terrific performance from PV Sindhu to defeat Kristin Kuuba in her final group game to move one step closer to Olympic glory for the third time. She won her match in straight games, 21-05 & 21-10.
🏸 Kristin had no answer to Sindhu's… pic.twitter.com/9TJr9mZ2Ko
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
સિંધુની નજર મેડલ હેટ્રિક પર
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સતત ત્રીજી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે તેણે છેલ્લા કેટલાક મહિનામાં અલગ અલગ રીતે સખત પ્રેક્ટિસ કરી છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. 29 વર્ષની સિંધુ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે, પરંતુ તેણે કહ્યું કે પ્રકાશ પાદુકોણ સાથે છેલ્લા આઠ મહિના ગાળવાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તે સતત ત્રીજો મેડલ જીતવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની મેચો 27 જુલાઈથી શરૂ થયો છે જેમા તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિંધુએ પોર્ટે ડે લા ચેપલ એરેનામાં કહ્યું, 'ચોક્કસપણે મારું લક્ષ્ય મેડલ જીતવાનું છે. તે પ્રથમ, દ્વિતીય કે ત્રીજું છે તે હું જોઇ રહી નથી. મેં બે મેડલ જીત્યા છે અને ત્રીજા મેડલ વિશે વિચારીને હું પોતાના પર દબાણ લાવવા માંગતી નથી.
આ પણ વાંચો: Paris Olympic 2024 નો પાંચમો દિવસ, મનુ ભાકર બાદ આજે કોણ ઝળકશે?