Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paralympic 2024 : ભારતનું શાનદાર પ્રદર્શન,તીરંદાજીમાં ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન તીરંદાજીમાં ભારતીય મિક્સ્ડ ટીમનો કમાલ રાકેશ કુમાર-શીતલ દેવીની જોડીએ જીત્યો બ્રોન્ઝ Paralympic:પેરિસ પેરાલિમ્પિક્સ (Paralympic)2024માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તીરંદાજી(Archery)માં શીતલ દેવી (Sheetal Devi)અને રાકેશ કુમારની મિશ્ર (Rakesh Kumar's Mishra)ટીમે...
paralympic 2024   ભારતનું શાનદાર પ્રદર્શન તીરંદાજીમાં ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
  • પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન
  • તીરંદાજીમાં ભારતીય મિક્સ્ડ ટીમનો કમાલ
  • રાકેશ કુમાર-શીતલ દેવીની જોડીએ જીત્યો બ્રોન્ઝ

Paralympic:પેરિસ પેરાલિમ્પિક્સ (Paralympic)2024માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તીરંદાજી(Archery)માં શીતલ દેવી (Sheetal Devi)અને રાકેશ કુમારની મિશ્ર (Rakesh Kumar's Mishra)ટીમે બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીત્યો છે. ભારતીય મિશ્રિત ટીમે 156નો સ્કોર બનાવ્યો હતો. જ્યારે ઈટાલીની ટીમે 155નો સ્કોર બનાવી શકી હતી.

Advertisement

ભારતીય જોડીએ પાછળ પડ્યા બાદ જોરદાર વાપસી કરી હતી

એક સમયે બ્રોન્ઝ મેડલ (Bronze medal)માટેની મેચમાં શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય જોડી પાછળ ચાલી રહી હતી. પરંતુ ભારતીય જોડીએ (Indian couple)જોરદાર વાપસી કરી અને મેડલ જીતી લીધો હતો. અંતે શીતલ દેવી અને રાકેશ કુમારે 10-10નો સ્કોર કર્યો હતો. જેના કારણે તે અંતિમ સ્કોરમાં ઈટાલિયન ટીમ પર એક પોઈન્ટથી લીડ લેવામાં સફળ રહી હતી.

Advertisement

આ પણ  વાંચો -Paris Paralympics 2024 માં આજે ભારતનો ગોલ્ડન ડે, સુમિત અંતિલે જ્વેલિન થ્રોમાં જીત્યો Gold

સેમિફાઇનલમાં નજીકના માર્જિનથી થઈ હાર

ભારતીય તીરંદાજ શિતલ દેવી અને રાકેશ કુમાર(Rakesh Kumar's Mishra)ની જોડી તીરંદાજી સ્પર્ધાની સેમિફાઇનલમાં શૂટ-ઓફમાં ઈરાનની ફાતિમા હેમાતી અને હાદી નોરી સામે હારી ગઈ હતી. ભારતીય જોડી ફાઇનલમાં સ્થાન બનાવવાની નજીક આવી ગઈ હતી પરંતુ ઈરાની ટીમ દ્વારા શાનદાર વાપસી અને ન્યાયાધીશ દ્વારા સ્કોરના સુધારા બાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સ્કોર 152-152ની બરાબરી બાદ મેચ શૂટઓફમાં ગયો હતો. શૂટ-ઓફમાં બંને ટીમોએ સંપૂર્ણ રીતે ગોલ કર્યો પરંતુ ફાતિમાનું તીર મધ્યમાં વાગ્યું, જેના કારણે ઈરાનની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

Advertisement

આ પણ  વાંચો -પેરિસ પેરાલિમ્પિકમાં એક સાથે ડબલ 'Good News', બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતના સુમિત અંતિલ જ્વેલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ

ત્યારે બીજી  બાજુ ભાલા  ફેકમાં સુમિત અંતિલે મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. સુમિતે તેના બીજા પ્રયાસમાં 70.59 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિત અંતિલનો આ થ્રો પેરાલિમ્પિક ગેમ્સ (F64 શ્રેણી)ના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ થ્રો હતો. સુમિતના ગોલ્ડ મેડલ સાથે વર્તમાન પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 3 Gold, 5 Silver અને 6 Bronze Medal જીત્યા છે.

Tags :
Advertisement

.