Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પર્થ ટેસ્ટમાં પાકિસ્તાન 360 રનથી ઓસ્ટ્રેલિયા સામે હાર્યું, તેમની હારથી ભારતને થયો આ મોટો ફાયદો

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વિશ્વકપ બાદ પોતાનો વિજય રથ અભેદ રાખ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં તેમના વચ્ચે પર્થમાં રમાયેલ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ખૂબ જ કારમી...
પર્થ ટેસ્ટમાં પાકિસ્તાન 360 રનથી ઓસ્ટ્રેલિયા સામે હાર્યું  તેમની હારથી ભારતને થયો આ મોટો ફાયદો

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વિશ્વકપ બાદ પોતાનો વિજય રથ અભેદ રાખ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં તેમના વચ્ચે પર્થમાં રમાયેલ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ખૂબ જ કારમી રીતે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનના આ પરાજયના કારણે ભારતની ટીમને ફાયદો થયો છે. અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલની વાત કરી રહ્યા છીએ, જેમાં ટીમ ઈન્ડિયા હવે નંબર 1 બની ગઈ છે.

Advertisement

Image

ભારત પહોંચ્યું ટોચ ઉપર 

Advertisement

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 66.67 ટકાની જીતની ટકાવારી સાથે ટોચ પર છે. જ્યારે પાકિસ્તાનની જીતની ટકાવારી પણ એટલી જ છે. પરંતુ ટેબલમાં ભારત ટોચ પર છે અને પાકિસ્તાન બીજા સ્થાને છે. જીત છતાં કાંગારૂ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. વર્તમાન ચેમ્પિયન કાંગારૂ ટીમ 41.67 ટકા સાથે પાંચમા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની પણ જીતની ટકાવારી 50-50 જેટલી છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠા સ્થાને (16.67%) અને ઈંગ્લેન્ડ સાતમા સ્થાને (15%) છે.

Advertisement

પર્થમાં ઓસ્ટ્રેલિયાનો જલવો, પાકિસ્તાનની થઈ મોટી હાર 

 પર્થ ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ખરાબ રીતે પરાજય પામી છે. આ મેચની બીજી ઈનિંગમાં પાકિસ્તાની ટીમ માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ દાવમાં પણ ઓસ્ટ્રેલિયાના 487 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ 271 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ 450 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો -- Ind vs SA 1st ODI: અર્શદીપ અને આવેશ ખાનનો કહેર, SA ની ટીમ માત્ર આટલા રનમાં જ ઢેર

Tags :
Advertisement

.