Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાની ટીમ એરપોર્ટ પહોંચી અને કોચે કહ્યું મે તો રાજીનામું આપી દીધું છે

જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનની ટેસ્ટ ટીમના હેડ કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સોંપી દીધું છે.
પાકિસ્તાની ટીમ એરપોર્ટ પહોંચી અને કોચે કહ્યું મે તો રાજીનામું આપી દીધું છે
Advertisement
  • પાકિસ્તાન ટેસ્ટ ટીમના હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું
  • પીસીબીના વલણથી નારાજ હતા જેસન ગિલેસ્પી
  • જેસન ગિલેસ્પીએ છેલ્લી ઘડીએ રાજીનામું આપતા હડકંપ

નવી દિલ્હી : જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનની ટેસ્ટ ટીમના હેડ કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સોંપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મનમાનીના કારણે ટીમનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે. તે પણ ત્યારે જ્યારે તેમને એક કલાક બાદ સાઉથ આફ્રીકા માટે ઉડવાનું હતું. પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. સીરીઝની પહેલી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે રમાશે. પીસીબીએ ગિલેસ્પીના પદ છોડવાની પૃષ્ટિ કરી છે. ગિલેસ્પીના સ્થાને તત્કાલમાં પીસીબીએ પોતાના પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદને સાઉથ આફ્રિકાની મુલાકાત માટે વચગાળાના કોચની નિયુક્તિ કરી છે. જાવેદ હાલના સમયે પાકિસ્તાનની વન ડે ટીમની સાથે વચગાળાના કોચ તરીકે જોડાઇ ચુક્યા છે.

આ પણ વાંચો : એ જ એગ્રેસન અને એ જ અંદાજ! રાહુલના રસ્તે સંસદમાં ચાલ્યા Priyanka Gandhi

Advertisement

જેસન ગિલેસ્પીએ રાજીનામું આપી દીધું

ગત્ત 4 વર્ષમાં પીસીબીએ 6 કોચ બદલી દીધા છે. જેસન ગિલેસ્પી (Jeson Gillespie) ને આ વર્ષે એપ્રીલમાં પાકિસ્તાને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બનાવ્યા હતા. પીસીબીએ તે સમયે જાહેરાત કરી હતી કે, ગિલેસ્પી આગામી બે વર્ષ સુધી પાકિસ્તાન ટેસ્ટ ટીમના કોચ રહેશે. જો કે આઠ મહિનાની અંદર જ આ ઓસ્ટ્રેલિયાના પૂર્વ પેસરે પોતાનું રાજીનામું પીસીબીને સોંપી દીધું છે. ગિલેસ્પીનું રાજીનામું તેવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની ટેસ્ટ ટીમને સાઉથ આફ્રીકાની મુલાકાત માટે દુબઇના રસ્તે રવાના થવાનું હતું.

Advertisement

આ પણ વાંચો : RAJKOT માં જબરો લાલચુ PI, મીડિયાના નામે 63 લાખ રૂપિયાનો તોડ કર્યો

પીસીબી ટિમ નીલ્સનનો કોન્ટ્રાક્ટ નહોતો વધાર્યો

જેસન ગિલેસ્પીએ એટલા માટે રાજીનામું આપ્યું છે કારણ કે પીસીબીએ આસિસ્ટન્ટ કોચ ટિમ નીલ્સનને કાઢવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટિમ નીલ્સનને આ વર્ષે પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાંકોચિંગ સ્ટાફમાં જોડ્યા હતા. નીલ્સનનો કોન્ટ્રાક્ટ ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ પૂર્ણ થઇ ગયો હતો, જેને પીસીબીએ એક્સટેન્ડ કર્યો નહોતો. આ વલણથી ગિલેસ્પી ખુબ જ નારાજ હતા. આ ઉપરાંત ગિલેસ્પી પીસીબીના અનેક નિર્ણયોથી નારાજ હતા. ઇંગ્લેન્ડની વિરુદ્ધ સ્થાનિક ટેસ્ટ સિરિઝ દરમિયાન ટીમ સિલેક્શનમાં ગિલેસ્પીની ભુમિકાને પીસીબીએ ખતમ કરી દીધું હતું. તેને ટીમ પસંદ કરતા સમયે પેનલમાં જોડવામાં આવ્યા નહોતા.

આ પણ વાંચો : Patan: ગુજરાતમાં ચંદન ઘુસાડનારો ‘પુષ્પા’ કોણ? આંધ્રપ્રદેશની પોલીસે પાટણમાંથી ઝડપ્યું લાલ ચંદન

જેસન ગિલેસ્પીના કાર્યકાળના પરિણામ

ગિલેસ્પીએ તેની પહેલા આ વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનના વ્હાઇટ બોલ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૈરી કસ્ટર્ને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક વર્ષની અંદર ગિલેસ્પી અને કસ્ટર્ને પાકિસ્તાન ટીમનો સાથ છોડી દીધો. ગિલેસ્પીની કોચિંગમાં પાકિસ્તાનને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં 0-2 થી પરાજય મળ્યો હતો. બીજી તરફ ઇંગ્લેન્ડની વિરુદ્ધ તેણે સ્થાનિક ટેસ્ટ સીરીઝમાં 2-1 થી જીત નોંધી હતી. તેમને કસ્ટર્નના ગયા બાદ પાકિસ્તાનની વન ડે ટીમની નવેમ્બરમાં કોચિંગ કર્યું જેમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં જઇને 3 મેચની સીરીઝને 2-1 થી જીતી હતી.

આ પણ વાંચો : Pushpa ની ધરપકડનો ચાહકોએ કર્યો વિરોધ, મંત્રીઓની ધરપકડની કરી માગ

Tags :
Advertisement

Trending News

.

×