PAK vs NZ : ફાઇનલમાં જોવા મળી અજીબ ઘટના! PCBએ શેર કર્યો મજેદાર Video
- PAK vs NZ: મેદાનમાં કાળી બિલાડી આવી, થોડીવાર માટે મેચ રોકવી પડી!
- PAK vs NZ ફાઇનલમાં અજીબ ઘટના, કાળી બિલાડી બની આકર્ષણનું કેન્દ્ર
- ત્રિકોણીય શ્રેણી ફાઇનલ: ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય
PAK vs NZ : પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રિકોણીય ODI શ્રેણીની અંતિમ મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યારે એક કાળી બિલાડી મેદાનમાં ઘૂસી ગઈ, જેના કારણે થોડીવાર માટે મેચ રોકવી પડી હતી. બિલાડી મેદાનમાં ભટક્યા બાદ પોતાની મેળે જ બહાર ચાલી ગઈ, અને પછી મેચ ફરી શરૂ થઈ. ક્રિકેટ દરમિયાન આવા અણધાર્યા વિક્ષેપો વારંવાર જોવા મળે છે, અને આ ઘટના પણ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ક્રિકેટ મેદાનમાં આવી પહોંચી કાળી બિલાડી
ક્રિકેટ મેદાનમાં ક્યારેક કૂતરો, ક્યારેક સાપ અને ક્યારેક અન્ય પ્રાણીઓ આવી જતા હોય છે, જેને સુરક્ષાની ખામી ગણાવી શકાય નહીં, કારણ કે આવા જીવોને નુકસાન પહોંચાડવું પણ ગુનો છે. આવાં અનોખાં પ્રસંગો નવા નથી, અને તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ X હેન્ડલ પર એક કાળી બિલાડીનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે મેદાનના એક છેડાથી બીજા છેડા તરફ ફરતી દેખાઈ રહી છે. PCB એ કેપ્શનમાં લખ્યું, "અમારી પાસે મેદાનમાં ક્રિકેટનો આનંદ માણતી કેટલીક બિલાડીઓ છે," જે દર્શાવતું હતું કે આ ઘટના માત્ર રમૂજ તરીકે લેવામાં આવી છે.
We've got some feline company enjoying cricket on the ground 🐈⬛🤩#3Nations1Trophy | #PAKvNZ pic.twitter.com/Nx2RMmzA82
— Pakistan Cricket (@TheRealPCB) February 14, 2025
ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડનો શાનદાર વિજય
પાકિસ્તાનનું ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચમાં પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. આ ટીમ માત્ર 242 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી, અને કોઈપણ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહતો. ન્યુઝીલેન્ડને મળલે 243 રનના લક્ષ્યાંકને ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો, જેમાં ડેરિલ મિશેલે 57, ટોમ લેથમે 56 અને ડેવોન કોનવેએ 48 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વિલ ઓરૌરિકીએ 4 વિકેટ લીધી હતી. હવે 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ ફરી ટકરાશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચ પણ રોમાંચક અને બ્લોકબસ્ટર બની રહેશે તેની પૂરી સંભાવનાઓ છે.
આ પણ વાંચો : IND vs ENG 3rd ODI : ભારતનો 142 રને વિજય, ઈંગ્લેન્ડનો 3-0થી વ્હાઈટવોશ