Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PAK vs AUS : MCG પર સ્ટાર્કનું રાજ! ઓસ્ટ્રેલિયાના આ બોલરનો તોડ્યો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં શરૂ થયેલી વનડે શ્રેણીમાં મિશેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પાકિસ્તાનને 203 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 10 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લેવાની સાથે, સ્ટાર્કે ઓસ્ટ્રેલિયામાં વનડેમાં 100 વિકેટ પૂરી કરી. તે આ કારનામું પૂર્ણ કરનાર છઠ્ઠો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો.
pak vs aus   mcg પર સ્ટાર્કનું રાજ  ઓસ્ટ્રેલિયાના આ બોલરનો તોડ્યો રેકોર્ડ
  • સ્ટાર્કે ઓસ્ટ્રેલિયામાં વનડેમાં 100 વિકેટ પૂરી કરી
  • MCG પર રેકોર્ડ બ્રેક બોલિંગ કરી
  • બ્રેટ લી અને સ્ટીવ વોના રેકોર્ડ તૂટ્યા

Mitchell Starc : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન (Australia and Pakistan) વચ્ચે 4 નવેમ્બરથી વનડે સિરીઝ (ODI Series) શરૂ થઈ રહી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground) પર બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ (First ODI Match) રમાઈ રહી છે. ટોસ (Toss) હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ (Pakistan Team) ની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી અને આખી ટીમ 50 ઓવર પણ રમી શકી નહોતી. પાકિસ્તાનની ટીમ 46.4 ઓવરમાં માત્ર 203 રનમાં જ પડી ગઈ હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ ઇનિંગ્સ રમી હતી. રિઝવાને 71 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નસીમ શાહે 40 રનનું યોગદાન આપ્યું હતું.

Advertisement

સ્ટાર્કે એક રેકોર્ડ બનાવ્યો

મિચેલ સ્ટાર્કે પાકિસ્તાની બેટ્સમેનોને સૌથી વધુ પરેશાન કર્યા હતા. સ્ટાર્કે 10 ઓવરમાં માત્ર 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 3 ઓવર મેડન પણ ફેંકી હતી. આ શાનદાર પ્રદર્શનના કારણે મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં, મિશેલ સ્ટાર્કે પાકિસ્તાની ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ્લા શફીકના રૂપમાં પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો. આ વિકેટ સાથે સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વનડેમાં પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. આવું કરનાર તે છઠ્ઠો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો. તેણે બ્રેટ લી, ગ્લેન મેકગ્રા અને શેન વોર્ન જેવા દિગ્ગજ બોલરોની ક્લબમાં પ્રવેશ કર્યો. સ્ટાર્ક પહેલા ઓસ્ટ્રેલિયા માટે ઘરઆંગણે 100 વનડે વિકેટ લેવાનું કારનામું બ્રેટ લી, ગ્લેન મેકગ્રા, શેન વોર્ન, ક્રેગ મેકડર્મોટ અને સ્ટીવ વોએ કર્યું હતું. અબ્દુલ્લા શફીકની વિકેટ લીધા પછી, સ્ટાર્કે સેમ અયુબ અને શાહીન આફ્રિદીનો શિકાર કર્યો અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વનડે વિકેટ લેવાના મામલે સ્ટીવ વોને પણ પાછળ છોડી દીધા.

Advertisement

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ODI વિકેટ લેનાર બોલર

169 - બ્રેટ લી
161 - ગ્લેન મેકગ્રા
136 - શેન વોર્ન
125 - ક્રેગ મેકડર્મોટ
102*- મિશેલ સ્ટાર્ક
101 - સ્ટીવ વો

સ્ટાર્કે સેમ અયુબ અને શાહીન આફ્રિદીને બોલ્ડ આઉટ કર્યા અને આ રીતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે MCG પર સૌથી વધુ બોલર આઉટ કરનાર બોલર બન્યો. સ્ટાર્કે બ્રેટ લીને હરાવીને આ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રેટ લીએ MCG માં 7 બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો: India vs Australia: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, સિનિયરો પર લટકતી તલવાર

Tags :
Advertisement

.