Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NICHOLAS POORAN એ T20 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ, એક જ ઓવરમાં ફટકાર્યા 36 રન

NICHOLAS POORAN HITS 36 RUNS IN AN OVER : હાલ T20 વિશ્વકપ USA અને WEST INDIES માં રમાઈ રહ્યો છે. ચોક્કસપણે એક વાત તો નિશ્ચિત છે કે આ વિશ્વકપમાં અત્યાર સુધીમાં બોલર્સનો જલવો રહ્યો છે. પરંતુ હવે WEST INDIES ના...
nicholas pooran એ t20 વર્લ્ડકપમાં બનાવ્યો રેકોર્ડ  એક જ ઓવરમાં ફટકાર્યા 36 રન

NICHOLAS POORAN HITS 36 RUNS IN AN OVER : હાલ T20 વિશ્વકપ USA અને WEST INDIES માં રમાઈ રહ્યો છે. ચોક્કસપણે એક વાત તો નિશ્ચિત છે કે આ વિશ્વકપમાં અત્યાર સુધીમાં બોલર્સનો જલવો રહ્યો છે. પરંતુ હવે WEST INDIES ના ધાકળ બૅટ્સમેન નિકોલસ પૂરને એક રેકોર્ડ બનાવ્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં આજે વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. નિકોલસ પૂરને (NICHOLAS POORAN) આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. NICHOLAS POORAN એ 53 બોલમાં 98 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 8 સિક્સ શામેલ હતી. પરંતુ મુખ્ય વાત છે કે તેને આ મેચમાં એક જ ઓવરમાં 36 રન ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

પૂરાનની મચાવી ધમાલ, એક જ ઓવરમાં ફટકાર્યા 36 રન

નિકોલસ પૂરને આજે અફઘાનિસ્તાન સામેની મેચમાં અઝમતુલ્લા ઓમરઝાઈની એક જ ઓવરમાં 36 રન ફટકારીને સૌને ચોંકાવ્યા છે. આ ઓવરના પહેલા બોલ પર નિકોલસ પુરને સિક્સર ફટકારી હતી. ત્યારપછી બીજો બોલ નો બોલ બન્યો, જેના પર ચોગ્ગો લાગ્યો. આના કારણે અઝમતુલ્લા ઉમરઝાઈ દબાણમાં આવી ગયા અને તેણે ત્રીજો બોલ વાઈડ ફેંક્યો, જે ચોગ્ગો લાગ્યો. આ રીતે ઓવરમાં માત્ર એક લીગલ ડિલિવરી થઈ હતી અને અઝમતુલ્લાએ 16 રન આપ્યા હતા. ફ્રી હિટ હોવા છતાં ઓવરના બીજા કાયદેસર બોલ પર કોઈ રન થયો ન હતો. ત્યારબાદ ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા બોલ પર જે ફોર ફટકારવામાં આવી હતી તે લેગ બાયથી આવી હતી. બેટ્સમેન નિકોલસ પુરને પાંચમા અને છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારી હતી. આ રીતે આ ઓવરમાં કુલ 36 રન થયા હતા.

Advertisement

T20I માં આ માત્ર પાંચમી વખત છે, જ્યારે એક ઓવરમાં 36 રન થયા હોય

એવું નથી એક જ ઓવરમાં 36 ઓવર મારવાનો કારનામો T20 વિશ્વકપમાં પહેલા બન્યો નથી. આ પહેલા T20 વર્લ્ડ કપ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન ફટકાર્યા હતા. પછી ઓવરમાં બાય કે કોઈ બોલમાંથી કોઈ રન ન આવ્યા. T20I માં આ માત્ર પાંચમી વખત છે, જ્યારે એક ઓવરમાં 36 રન થયા હોય.

આ પણ વાંચો : T20 WC 2026: આ ટીમો થઇ ક્વોલિફાય, આ દેશોને મળી એન્ટ્રી

Advertisement

Tags :
Advertisement

.