Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતને રોમાંચક જીત અપાવી ભાવુક થયો વિરાટ કોહલી, જુઓ video

ટીમ ઈન્ડિયા (India Team) એ T20 વર્લ્ડ કપ (World Cup) માં પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.  પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક àª
ભારતને રોમાંચક જીત અપાવી ભાવુક થયો વિરાટ કોહલી  જુઓ video
ટીમ ઈન્ડિયા (India Team) એ T20 વર્લ્ડ કપ (World Cup) માં પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.  પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક થઈ ગયો હતો.

વિરાટ કોહલી થઈ ગયો ભાવુક

Advertisement

અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી ભારતને જીત મળતાં જ ભાવુક થઈ ગયો હતો. વિરાટ કોહલીએ આજની મેચમાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી ભાવુક થયો ત્યારે ટીમના તમામ ખેલાડીઓ વિરાટને ઘેરી વળ્યા હતા. આ ક્ષણના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

નબળી શરૂઆત બાદ જીત્યું ભારત

160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.

Tags :
Advertisement

.