Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે!

T20 World Cupમાં ભારતની (India)આગામી મેચ એડિલેડમાં છે. આ મેચ માટે ભારતીય ટીમના ખેલાડી પર્થ માટે પણ રવાના થયા છે. ભારત (India)અને બાંગ્લાદેશ (Bangladesh)બંન્ને માટે 2 નવેમ્બરના રોજ રમાનારી મેચ મહત્વની છે પરંતુ મોટી વાત એ પણ છે કે, આ મહત્વની મેચમાં ભારતીય ટીમ જીતી શકશે નહિ અને માત્ર ભારતીય ટીમ જ નહિ પરંતુ બાંગ્લાદેશ સાથે પણ આવું થઈ શકે છે હવે તમે પુછશો કે, આવું કઈ રીતે ? તો આનું કારણ છે આ બંન્ને ટીમોની આશા પર પાણ
એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત  આશાઓ પર પાણી ફરી વળશે
Advertisement
T20 World Cupમાં ભારતની (India)આગામી મેચ એડિલેડમાં છે. આ મેચ માટે ભારતીય ટીમના ખેલાડી પર્થ માટે પણ રવાના થયા છે. ભારત (India)અને બાંગ્લાદેશ (Bangladesh)બંન્ને માટે 2 નવેમ્બરના રોજ રમાનારી મેચ મહત્વની છે પરંતુ મોટી વાત એ પણ છે કે, આ મહત્વની મેચમાં ભારતીય ટીમ જીતી શકશે નહિ અને માત્ર ભારતીય ટીમ જ નહિ પરંતુ બાંગ્લાદેશ સાથે પણ આવું થઈ શકે છે હવે તમે પુછશો કે, આવું કઈ રીતે ? તો આનું કારણ છે આ બંન્ને ટીમોની આશા પર પાણી ફરવાનું છે.
શહેરમાં વરસાદની  સંભાવના
એડિલેડમાં 2 નવેમ્બરે મેચ રમાશે. અને તે દિવસે ત્યાંના હવામાનનો મૂડ પણ બગડી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે દિવસે ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં વરસાદની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને ભારત-બાંગ્લાદેશ મેચ શરૂ થવાના સમયે. હવે જો આવું થશે તો મેચ ક્યાં રમાશે? અને, જ્યારે મેચ જ નથી ત્યારે કોણ જીતશે અને કોણ હારશે?
એડિલેડમાં પાણી-પાણી

એડિલેડમાં હવામાન વિશે આવી રહેલા સમાચાર મુજબ તે દિવસે વાદળછાયું આકાશ રહેશે. 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે સાંજે વરસાદ પણ વરસી શકે છે. 2 નવેમ્બરના રોજ એડિલેડમાં 60-70 ટકા વરસાદ પડી શકે છે.
એડિલેડમાં હવામાનના પેટર્નની અસર સ્પષ્ટ છે કે, તેની અસર ભારત-બાંગ્લાદેશ મેચ પર પડશે. જો મેચ ધોવાઇ જશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશેબાંગ્લાદેશથી મેચ હારવી એ ભારત માટે સારો સંકેત નથી, કારણ કે તે તેમના સેમિફાઇનલ સમીકરણને બગાડશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી મેચ રમવી અને જીતવી એ સારું રહેશે.
પોઈન્ટ ટેબલમાં ભારત-બાંગ્લાદેશની સ્થિતિ
ચાલો આપણે પોઈન્ટ ટેબલની પરિસ્થિતિ જોઈએ તો પોઈન્ટ ટેબલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પોઈન્ટ ટેબલમાં માત્ર રન રેટનો તફાવત છે. અને આ જ કારણ છે કે 2 નવેમ્બરે એડિલેડમાં રમાનારી મેચ મહત્વપૂર્ણ છે, જ્યાં બંને ટીમો માટે જીતવું જરૂરી છે.
સૌથી પહેલા જાણી લો કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટના સેમિ-ફાઇનલ રાઉન્ડ માટે કેવી રીતે ક્વોલિફાય કરી શકે છે. આ માટે સૌથી સરળ રસ્તો એ છે કે ટીમ ઈન્ડિયા હવે તેની બાકીની બે મેચ જીતે. એટલે કે જેણે 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમવાનું છે. અને બીજી મેચ જે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમવાની છે. આ બે મેચ જીત્યા બાદ તેને 8 પોઈન્ટ મળશે અને તે સરળતાથી સેમીફાઈનલમાં જઈ શકશે.
Tags :
Advertisement

.

×