Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્લ્ડ કપ પહેલા વોર્મ અપ મેચોનું શેડ્યુલ જાહેર, ભારતનો મુકાબલો થશે આ બે ટીમ સાથે

ICC એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો 10 થી 19 ઓક્ટોબર સુધી રમાશે અને દરેક ટીમ આ સમયગાળા દરમિયાન બે-બે મેચ રમશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે પોતાની પ્રેક્ટિસ મેચ રમશે.ICC એ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડ કપ 2022 માટે તમામ 16 ટીમોની વોર્મ-અપ મેચોની જાહેરાત કરી છે. T20
વર્લ્ડ કપ પહેલા વોર્મ અપ મેચોનું શેડ્યુલ જાહેર  ભારતનો મુકાબલો થશે આ બે ટીમ સાથે
ICC એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો 10 થી 19 ઓક્ટોબર સુધી રમાશે અને દરેક ટીમ આ સમયગાળા દરમિયાન બે-બે મેચ રમશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે પોતાની પ્રેક્ટિસ મેચ રમશે.
ICC એ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડ કપ 2022 માટે તમામ 16 ટીમોની વોર્મ-અપ મેચોની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ 2022ની તમામ વોર્મ-અપ મેચો મેલબોર્ન અને બ્રિસ્બેનમાં યોજાશે. પ્રથમ રાઉન્ડની ટીમો 10 થી 13 ઓક્ટોબર સુધી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને જંકશન ઓવલ ખાતે તેમની વોર્મ-અપ મેચો રમશે. વળી, ભારત આ સમયગાળા દરમિયાન બે વોર્મ-અપ મેચ રમશે અને તેની પ્રથમ મેચ 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. મળી રહેલી માહિતી અનુસાર, સુપર 12 રાઉન્ડમાં સીધી ક્વોલિફાય કરનારી ટીમો 17 અને 19 ઓક્ટોબરે બ્રિસ્બેનમાં તેમની પ્રેક્ટિસ મેચ રમશે. 
Advertisement

ભારતીય ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા સામે 17 ઓક્ટોબરે ગાબા ખાતે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે રમાશે. વળી, બીજી પ્રેક્ટિસ મેચમાં, ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓક્ટોબરે ગાબામાં ભારતનો સામનો કરશે, આ મેચ સાંજે 6 વાગ્યે યોજાશે. જણાવી દઈએ કે, યજમાન ઓસ્ટ્રેલિયા માત્ર એક પ્રેક્ટિસ મેચ રમશે.
T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. ક્વોલિફાયર મેચો 16 થી 21 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ પછી, 22 ઓક્ટોબરથી મુખ્ય રાઉન્ડની મેચો શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની ખાતે અને બીજી સેમિફાઇનલ 10 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાશે. ફાઈનલ મેચની યજમાની મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્નને સોંપવામાં આવી છે. સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ IST બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
Tags :
Advertisement

.