Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 12 રન બનાવ્યા બાદ પણ રોહિત શર્મા બન્યો T20Iનો કિંગ

એશિયા કપની બીજી મેચ દુબઈમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાને ગત વર્ષે (2021) 10 વિકેટે મળેલી હારનો બદલો પણ લઇ લીધો છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા, તેમ છતા તેઓ T20Iના કિંગ બની ગયા છે. માર્ટિન ગુપ્ટિલને છોડ્યો પાછળએશિયા કપ 2022માં ભારતે પ્રથમ મેચમાં
પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 12 રન બનાવ્યા બાદ પણ રોહિત શર્મા બન્યો t20iનો કિંગ
એશિયા કપની બીજી મેચ દુબઈમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાને ગત વર્ષે (2021) 10 વિકેટે મળેલી હારનો બદલો પણ લઇ લીધો છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા, તેમ છતા તેઓ T20Iના કિંગ બની ગયા છે. 
માર્ટિન ગુપ્ટિલને છોડ્યો પાછળ
એશિયા કપ 2022માં ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium) માં રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનના 148 રનના લક્ષ્યાંકને 19.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમની જીતની સાથે કેપ્ટન રોહિત શર્માએ પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત આ મેચમાં બેટથી કંઈ ખાસ કમાલ બતાવી શક્યો ન હતો અને 18 બોલમાં એક સિક્સરની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. તેમ છતાં, તે વિશ્વ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. રોહિત હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ (Martin Guptill)ને પાછળ છોડી દીધો છે.
T20Iમાં હિટમેનના નામે 4 સદી
રોહિત શર્માએ પોતાની ઇનિંગ્સમાં 11મો રન બનાવ્યો અને તે સાથે જ તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ 121 મેચમાં 3497 રન સાથે T20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. હવે રોહિતે 3498 રન બનાવીને ગુપ્ટિલને પછાડીને આ મહાન રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 133 મેચની 125 ઇનિંગ્સમાં 3499 રન છે. તેના ખાતામાં 4 સદી (106, 118, 100, 111) અને 27 અડધી સદી છે. આ ફોર્મેટમાં હિટમેનની મોટી ઇનિંગ્સ 118 રનની છે, જે તેણે 2017માં શ્રીલંકા સામે ઇન્દોરમાં રમી હતી.
T20Iમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
હવે રોહિત શર્મા T20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. જ્યારે માર્ટિન ગુપ્ટિલ 3497 રન સાથે બીજા સ્થાને આવી ગયો છે. તેના પછી વિરાટ કોહલી છે, જેણે 100 T20 મેચમાં 3341 રન બનાવ્યા છે. આ પછી આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના નામે 3011 અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચના નામે 2855 રન છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની મેચમાં મેદાન પર ઉતરીને બીજો પણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એશિયા કપમાં રોહિતની આ 28મી મેચ હતી અને આ સાથે તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેચ રમવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. રોહિતે આ મામલામાં શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન મહેલા જયવર્દનેના રેકોર્ડની બરાબરી કરી છે. જેણે આ ટૂર્નામેન્ટમાં 28 મેચ રમી છે. પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી 27 મેચ સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે અને બાંગ્લાદેશનો મુશફિકુર રહીમ ચોથા નંબર પર છે, જેણે 26 મેચ રમી છે. આ સાથે રોહિત એશિયા કપની સાત એડિશન રમનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની ગયો છે. તેટલું જ નહીં પાકિસ્તાન સામે રોહિતની આ નવમી T20I મેચ છે. પાકિસ્તાન સામે તે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર ભારતીય બની ગયો છે. તેના સિવાય એમએસ ધોની અને યુવરાજ સિંહે 8-8 મેચ રમી છે.
Advertisement
Tags :
Advertisement

.