Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એમ્પાયરે LBWની અપીલ પર આઉટ ન આપ્યું તો પાકિસ્તાની બોલરે કરી શરમજનક હરકત, Video

ક્રિકેટમાં ઘણી વખત એવા દ્રશ્યો જોવા મળી જાય છે કે જે તમે વિચારી પણ ન શકો. આવું જ કઇંક પાકિસ્તાનમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાની બોલર હસન અલીનો એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમા તેણે એક એવી હરકત કરી છે કે જેને જોઇ તેના સાથી ખેલાડીઓ થોડી ક્ષણ માટે ચોંકી ગયા હતા. ક્રિકેટને એક જેન્ટલમેન ગેમ કહેવાય છે. આ જેન્ટલમેન ગેમમાં ઘણીવાર એવી ક્ષણો બની જાય છે કે જેના કારણે તમે થોડીવàª
એમ્પાયરે lbwની અપીલ પર આઉટ ન આપ્યું તો પાકિસ્તાની બોલરે કરી શરમજનક હરકત  video
ક્રિકેટમાં ઘણી વખત એવા દ્રશ્યો જોવા મળી જાય છે કે જે તમે વિચારી પણ ન શકો. આવું જ કઇંક પાકિસ્તાનમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાની બોલર હસન અલીનો એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમા તેણે એક એવી હરકત કરી છે કે જેને જોઇ તેના સાથી ખેલાડીઓ થોડી ક્ષણ માટે ચોંકી ગયા હતા. 
ક્રિકેટને એક જેન્ટલમેન ગેમ કહેવાય છે. આ જેન્ટલમેન ગેમમાં ઘણીવાર એવી ક્ષણો બની જાય છે કે જેના કારણે તમે થોડીવાર માટે આશ્ચર્યમાં પડી જાઓ છો કે ખરેખર થઇ શું રહ્યું છે. આવું જ કઇંક પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમમાં જોવા મળ્યું હતું, જ્યા પાકિસ્તાનના બોલર હસન અલી બેટ્સમેનને બોલ ફેંક્યા બાદ LBWની અપીલ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો મુજબ જ્યારે હસન અલીએ LBWની અપીલ કરી અને એમ્પાયરે બેટ્સમેનને આઉટ ન આપ્યો ત્યારે હસન અલી દોડતો એમ્પાયર પાસે પહોંચી ગયો અને એમ્પાયરનો હાથ જબરદસ્તી ઉઠાવી બેટ્સમેનને આઉટ આપવાનું કહેવા લાગ્યો. જોકે, આ વિડીયોમાં તે પણ સ્પષ્ટ થઇ જાય છે કે આ એક મજાક હતો. હસન અલી દ્વારા કરવામાં આવેલા આ મજાક બાદ એમ્પાયર પોતે પણ આ ઘટના પર હસતા જોવા મળી જાય છે. 
મહત્વનું છે કે, પાકિસ્તાને તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં આ ટીમના મોટાભાગના ખેલાડીઓ હાજર હતા. પરંતુ તેમાં માત્ર થોડા ફેરફારો છે - ઝાહિદ મહેમૂદ અને સાજિદ ખાનની જગ્યાએ અનકેપ્ડ ઓલરાઉન્ડર આગા સલમાન, સરફરાઝ અહેમદ અને નસીમ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 16 જુલાઈથી રમાશે. વળી, બીજી મેચ 24 જુલાઈથી કોલંબોમાં રમાવાની છે. શ્રીલંકા સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ હાલમાં રાવલપિંડી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે પરસ્પર મેચ રમી રહી છે.  
Advertisement
Tags :
Advertisement

.