પાકિસ્તાન ટીમની નવી જર્સી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ટ્રોલ, ફેન્સ બોલ્યા- આ તો તરબૂચ...
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ સાથે અલગ-અલગ ટીમો દ્વારા પોતાની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાને પણ પોતાની ટીમની નવી જર્સી લોન્ચ કરી હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઇને હવે તે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થનારા T20 àª
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ સાથે અલગ-અલગ ટીમો દ્વારા પોતાની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાને પણ પોતાની ટીમની નવી જર્સી લોન્ચ કરી હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઇને હવે તે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2022 માટે PCB એ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની નવી જર્સીની તસવીરો લીક થઈ છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને અન્ય કેટલાક ખેલાડીઓની નવી ટી-શર્ટમાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેની ફેન્સ પણ મજાક ઉડાવી રહ્યા છે. જોકે, પાકિસ્તાને હજુ સત્તાવાર રીતે નવી જર્સી લોન્ચ કરી નથી.
BCCIએ હાલમાં જ આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. આ જર્સીમાં ટીમનો લુક એક અલગ જ દેખાય છે. નવી જર્સી સાથે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ચાહકોએ PCBને તેની ખરાબ ડિઝાઇન માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, નવી કિટ અંગે PCB દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વાયરલ ફોટોમાં બાબરનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને ઘણી કોમેન્ટ કરવામાં આવી રહી છે.
Advertisement
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ જ ચાહકો તેને T20 વર્લ્ડ કપ 2022 માટે પાકિસ્તાનની નવી જર્સી કહી રહ્યા છે. ભારતીય ચાહકોએ આ જર્સીને ટીમ ઈન્ડિયાની જર્સી સાથે સરખાવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જોરદાર ટ્રોલ કર્યું છે. આ જર્સી પર ફેન્સ ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો પર ચાહકોએ પ્રતિક્રિયા આપી કે આ તો તરબૂચની ડિઝાઇન છે અને તે મુજબ વર્લ્ડ કપની જર્સી બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, BCCIએ રવિવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સી કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત અન્ય સ્ટાર ખેલાડીઓની હાજરીમાં લોન્ચ કરવામાં આવી છે. આ વખતે ભારતીય ટીમની નવી જર્સી આછા વાદળી રંગમાં જોવા મળશે. વળી, ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2022માં તેમના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે એકબીજા સામેની પ્રથમ મેચથી કરશે.
Advertisement