Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

T20 વર્લ્ડ કપમાં Retro Look માં જોવા મળશે ન્યૂઝીલેન્ડની ટીમ, જુઓ એક ઝલક

ઓસ્ટ્રેલિયામાં આયોજિત ICC T20 વર્લ્ડ કપ 2022 (ICC T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે તમામ ટીમો સખત મહેનત કરતા પ્રેક્ટિસ કરી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા (Team India) એ હાલમાં જ ઓસ્ટ્રેલિયાને સ્થાનિક T20I શ્રેણીમાં 2-1થી હરાવ્યું છે. વળી, દક્ષિણ આફ્રિકા સામે, ભારતે પ્રથમ T20I પણ 8 વિકેટે જીતી હતી. ત્યારે હવે ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન સહિત ન્યૂઝીલેન્ડે પણ વર્લ્ડ કપ માટે તેમની જર્સી લોàª
t20 વર્લ્ડ કપમાં retro look માં જોવા મળશે ન્યૂઝીલેન્ડની ટીમ  જુઓ એક ઝલક
Advertisement
ઓસ્ટ્રેલિયામાં આયોજિત ICC T20 વર્લ્ડ કપ 2022 (ICC T20 World Cup 2022) 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે તમામ ટીમો સખત મહેનત કરતા પ્રેક્ટિસ કરી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા (Team India) એ હાલમાં જ ઓસ્ટ્રેલિયાને સ્થાનિક T20I શ્રેણીમાં 2-1થી હરાવ્યું છે. વળી, દક્ષિણ આફ્રિકા સામે, ભારતે પ્રથમ T20I પણ 8 વિકેટે જીતી હતી. ત્યારે હવે ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન સહિત ન્યૂઝીલેન્ડે પણ વર્લ્ડ કપ માટે તેમની જર્સી લોન્ચ કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
ન્યૂઝીલેન્ડ તેની સ્ટાઇલિશ જર્સી માટે જાણીતું
ન્યૂઝીલેન્ડની ટીમે આગામી T20 વર્લ્ડ કપ માટે તેમની નવી જર્સીની પ્રથમ ઝલક દર્શકો સાથે શેર કરી છે. 2021ની રનર-અપ ટીમે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી અને આ વિશે જાણકારી આપી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NGC) દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ જેમ કે ટ્રેન્ટ બોલ્ટ, ડેરીઅલ મિશેલ, ડેવોન કોનવે, માર્ટિન ગુપ્ટિલ અને લોકી ફર્ગ્યુસન નવી જર્સી પહેરેલા જોવા મળે છે. જણાવી દઈએ કે, કિવી ટીમે આગામી ICC T20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. જે દર વખતની જેમ આ વખતે પણ ખૂબ ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ તેની સ્ટાઇલિશ જર્સી માટે જાણીતું છે.

યુઝર્સ જર્સીની કરી રહ્યા છે જોરદાર પ્રશંસા
આવી સ્થિતિમાં આ વખતે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જર્સીની થીમ ગ્રે અને બ્લેક રાખી છે. જર્સીના અડધા ભાગમાં ગ્રે અને બીજા ભાગમાં કાળો કલર છે. સાથે જ જર્સીની વચ્ચે સફેદ રંગમાં ‘ન્યૂઝીલેન્ડ’ પણ લખેલું છે. આવી સ્થિતિમાં ચાહકો કિવી ટીમની વર્લ્ડ કપની આ જર્સીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ જર્સીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. કિવી ટીમની આ જર્સી રેટ્રો લુકમાં જોવા મળી રહી છે. જેમાં 90ના દાયકામાં ટીમ દ્વારા પહેરવામાં આવેલી જૂની જર્સીની ઝલક જોઈ શકાય છે. આ જર્સી બ્લેક અને બ્રાઉન કલર કોમ્બિનેશનથી બનેલી છે.
માર્ટિન ગુપ્ટિલ રેકોર્ડ સાતમી વખત બ્લેકકેપ્સ માટે રમશે
T20 વર્લ્ડ કપની વાત કરીએ તો આ વખતે ઓસ્ટ્રેલિયામાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. 16 દેશો વચ્ચે યોજાનારી આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમે પણ અગાઉ 20 સપ્ટેમ્બરે પોતાની ટીમની જાહેરાત કરી હતી. ટીમનો અનુભવી ઓપનર માર્ટિન ગુપ્ટિલ રેકોર્ડ સાતમી વખત બ્લેકકેપ્સ માટે રમશે. ન્યૂઝીલેન્ડની ટીમ સુપર 12 તબક્કામાં ગ્રુપ બીનો ભાગ છે અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન સહિત કુલ પાંચ ટીમો સામે રમશે. કિવી ટીમની પ્રથમ મેચ 22 ઓક્ટોબર (શનિવાર) ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર યજમાન ઓસ્ટ્રેલિયા સામે થશે. મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડ પહેલા ભારત, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમોએ પણ પોતાની જર્સી લોન્ચ કરી છે. ટીમ ઈન્ડિયા આ વખતે ફરીથી તેના જૂના Sky Blue રંગમાં જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.

×