ઈંગ્લેન્ડ વિરદ્ધ પ્રથમ વનડેમાં જીત મેળવી ભારતને થયો ફાયદો, પાકિસ્તાનને આ યાદીમાં છોડ્યું પાછળ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની T20I સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેળવનારી ટીમ ઈન્ડિયા હવે વન-ડે સીરઝ પર કબજો કરવાની તૈયારીમાં છે. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતની જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન રોહિત શર્માએ મોટી ભૂમિકા ભજવી હતી. આ મેચમાં પહેલા ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરàª
Advertisement
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની T20I સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેળવનારી ટીમ ઈન્ડિયા હવે વન-ડે સીરઝ પર કબજો કરવાની તૈયારીમાં છે. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતની જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન રોહિત શર્માએ મોટી ભૂમિકા ભજવી હતી.
આ મેચમાં પહેલા ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં બોલિંગનો મોરચો સંભાળનારા બુમરાહે 7.2 ઓવરમાં માત્ર 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. બુમરાહની ઘાતક બોલિંગના આધારે ભારતે ઈંગ્લેન્ડને 110 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોટી જીત નોંધાવી છે. અહીં, ઇંગ્લેન્ડ પર મોટી જીત બાદ ભારતે ICC ODI ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં એકતરફી જીત સાથે, ભારતે બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનને પછાડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
A big change on the latest @MRFWorldwide ICC ODI Team Rankings 📈#ENGvINDhttps://t.co/H3XUOTyRe5
— ICC (@ICC) July 13, 2022
ભારત 105 પોઈન્ટ સાથે ચોથા ક્રમે હતું પરંતુ મંગળવારે 10 વિકેટની જીત સાથે 108 રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગયું છે. પાકિસ્તાન 106 પોઈન્ટ સાથે ચોથા સ્થાને સરકી ગયું છે. વળી આ યાદીમાં ન્યૂઝીલેન્ડ 126 પોઈન્ટ સાથે આગળ છે જ્યારે ઈંગ્લેન્ડ 122 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ગયા મહિને, પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરીને ભારતને પછાડીને ત્રીજા સ્થાને પહોંચ્યું હતું. પરંતુ એકવાર ફરી ભારતે પોતાની જગ્યા મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની શ્રીલંકા સામેની વનડે શ્રેણીની હાર પણ તેને મદદરૂપ થઈ હતી. જોકે, ટીમ વધુ સમય સુધી ત્રીજા સ્થાન પર રહી શકી નહીં અને ભારતે ફરી એકવાર આ સ્થાન પર કબજો જમાવ્યો છે.
ભારત આ મહિને ઈંગ્લેન્ડ સામેની બાકીની બે ODI અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વધુ સારા પ્રદર્શન સાથે ત્રીજા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકે છે. જો ભારત ઈંગ્લેન્ડ સામેની બાકીની બે વનડે હારી જશે તો ટીમ પાકિસ્તાન બાદ ચોથા સ્થાને સરકી જશે. પાકિસ્તાન આગામી મહિને રોટરડેમમાં નેધરલેન્ડ સામે વનડે શ્રેણી રમશે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ પ્રવાસમાં પાંચ દિવસમાં ત્રણ 50 ઓવરની મેચ રમશે.
Advertisement