ક્રિકેટ જગતમાં હવે જે ભારત કહેશે તે જ થશે: શાહિદ આફ્રિદી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ દિવસીય ઈવેન્ટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા પ્રસારણ અધિકારોનું વેચાણ કર્યું હતું. પાંચ વર્ષ માટે આ અધિકારો વેચવાથી બોર્ડને રૂ.48,390 કરોડની કમાણી થશે. આ સાથે IPL મેચ દીઠ ખર્ચની દ્રષ્ટિએ બીજી સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગ બની ગઈ છે. હવે IPL એ અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ પછી વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ છે. જેને લઇને BCCI ચર્ચામાં પણ છે. IPL લીગની હરાજી બાદ ભારતà«
Advertisement
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ દિવસીય ઈવેન્ટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા પ્રસારણ અધિકારોનું વેચાણ કર્યું હતું. પાંચ વર્ષ માટે આ અધિકારો વેચવાથી બોર્ડને રૂ.48,390 કરોડની કમાણી થશે. આ સાથે IPL મેચ દીઠ ખર્ચની દ્રષ્ટિએ બીજી સૌથી મોંઘી સ્પોર્ટ્સ લીગ બની ગઈ છે. હવે IPL એ અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ પછી વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ છે. જેને લઇને BCCI ચર્ચામાં પણ છે.
IPL લીગની હરાજી બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું હતું કે, IPL માટે વિન્ડો ICC ભવિષ્યમાં આપશે. ભારતીય ક્રિકેટ બોર્ડનો ડંકો આજે સમગ્ર વિશ્વમાં છે. ત્યારે તાજેતરમાં બોર્ડે કમાણીમાં લગભગ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે વિશ્વ ક્રિકેટ પર ભારતનો ઘણો પ્રભાવ છે અને કહ્યું છે કે, આ દેશ રમતનું સૌથી મોટું બજાર હોવાને કારણે છે. આફ્રિદી તાજેતરમાં પૂર્ણ થયેલી IPL અને તેની અઢી મહિનાની વિન્ડો વિશે વાત કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા પાકિસ્તાનના FTP પ્રોગ્રામ પર તેની કોઈ અસર થઈ નથી. ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડરે કહ્યું કે, ભારતનું એટલું વર્ચસ્વ છે કે, તેઓ લીગ માટે આટલો મોટો સમય કાઢી શકે છે.
શાહિદે કહ્યું કે, બજાર અને અર્થવ્યવસ્થા સમક્ષ દરેક વસ્તુ ઝૂકી જાય છે. આફ્રિદીએ વધુમાં કહ્યું કે, ભારત અત્યારે ક્રિકેટનું સૌથી મોટું બજાર છે અને તે જે કહેશે તે જ થશે. આફ્રિદીએ કહ્યું, 'બધુ બજાર અને અર્થવ્યવસ્થા પર નિર્ભર છે. ભારત ક્રિકેટનું સૌથી મોટું બજાર છે. તે જે કહે તે થશે. ગયા અઠવાડિયે જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી પાંચ વર્ષ માટે IPL મીડિયા અધિકારો લગભગ $6.2 બિલિયનમાં વેચાયા છે. આનાથી IPL વિશ્વની સૌથી ધનાઢ્ય લીગ બની ગઈ છે. ડિઝની સ્ટારે ઉપ-મહાદ્વીપમાં 23,575 કરોડ રૂપિયામાં ટીવીના અધિકારો મેળવ્યા હતા. જ્યારે Viacom18 એ તે જ પ્રદેશના ડિજિટલ અધિકારો સુરક્ષિત કર્યા છે. Viacom18 એ ત્રણ વૈશ્વિક પ્રદેશો (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ) માટે રૂ. 23,758 કરોડમાં પ્રસારણ અધિકારો ખરીદ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં 10 ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો પણ IPLમાં જોડાઈ હતી. 15મી સિઝનમાં, ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું.