Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂતપૂર્વ ક્રિકેટરે BCCIની ખોલી પોલ, જણાવ્યું કેમ ટીમ ઈન્ડિયા એક દાયકાથી નથી જીતી રહી ICC ટ્રોફી

ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. વનડે વર્લ્ડ કપ (One Day World Cup) ને લઇને ટીમ ઈન્ડિયાની તૈયારી પૂરા જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ટીમ પાસે 2011 બાદ એકવાર ફરી વર્લ્ડ કપ પોતાના નામે કરવાની તક છે. પરંતુ આ વચ્ચે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ એક એવું નિવેદન આપ્યું છે જેણે વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. ભારતે તેનો છેલ્લો વર્લ્ડ કપ 2011 (ODI) માં જીત્યો હતો જ્યારે તેની છેલ્લી IC
ભૂતપૂર્વ ક્રિકેટરે bcciની ખોલી પોલ  જણાવ્યું કેમ ટીમ ઈન્ડિયા એક દાયકાથી નથી જીતી રહી icc ટ્રોફી
ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. વનડે વર્લ્ડ કપ (One Day World Cup) ને લઇને ટીમ ઈન્ડિયાની તૈયારી પૂરા જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે ટીમ પાસે 2011 બાદ એકવાર ફરી વર્લ્ડ કપ પોતાના નામે કરવાની તક છે. પરંતુ આ વચ્ચે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ એક એવું નિવેદન આપ્યું છે જેણે વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. ભારતે તેનો છેલ્લો વર્લ્ડ કપ 2011 (ODI) માં જીત્યો હતો જ્યારે તેની છેલ્લી ICC ટૂર્નામેન્ટ 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આ પછી, ટીમ ઘણી વખત ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
ખેલાડીઓને ડર છે કે તેઓ ગમે ત્યારે ટીમની બહાર થઇ શકે છે...
2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય ટીમે એકપણ ICC ટ્રોફી જીતી નથી. આ પ્રતીક્ષાને હવે લગભગ એક દાયકા જેટલો સમય થઈ ગયો છે. બીજી તરફ, જો આપણે અન્ય બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા નિષ્ફળ રહી છે. એશિયા કપ 2022માં ટીમનું પ્રદર્શન તેનું જીવંત ઉદાહરણ છે. છેલ્લા એક-બે વર્ષમાં ભારતીય ક્રિકેટમાં ઘણા ફેરફારો થયા છે. વિરાટમાંથી રોહિતના હાથમાં કેપ્ટનસી આવી. જ્યારે રાહુલ દ્રવિડે રવિ શાસ્ત્રીની ગાદી સંભાળી હતી પરંતુ ફરક દેખાતો નહોતો. બીસીસીઆઈ અધ્યક્ષ પણ બદલાઈ ગયા છે, પરંતુ હજુ પણ આ કોયડાનો ઉકેલ નથી મળી રહ્યો, સમસ્યા ક્યાં થઈ રહી છે? આ અંગે હવે ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ખેલાડીએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જો સાદી ભાષામાં વાત કરવામાં આવે તો આ ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. મહત્વનું છે કે, આ ખેલાડીનું માનવું છે કે ટીમની અંદરના ખેલાડીઓ પોતાની જગ્યાને લઈને સુરક્ષિત નથી અનુભવતા. એટલે કે તેમને ડર છે કે તે ગમે ત્યારે ટીમની બહાર થઈ શકે છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા મોટી ટૂર્નામેન્ટમાં સતત નિષ્ફળ થઈ રહી છે. આ નિવેદન ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આપ્યું છે જેણે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઉથપ્પાએ આપ્યું IPLનું ઉદાહરણ
ઉથપ્પાએ PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મને લાગે છે કે ખેલાડીઓમાં ટીમમાં તેમના સ્થાનને લઈને સુરક્ષાની ભાવનાનો અભાવ છે. લાંબા સમયથી ટીમમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. જ્યારે કોઈ ખેલાડી પોતાને સુરક્ષિત અનુભવતો નથી, ત્યારે તે હંમેશા તેના સ્થાનનો બચાવ કરવાની માનસિકતા ધરાવે છે. તેનાથી વિપરિત, જ્યારે તે સ્થાનને લઇને આત્મવિશ્વાસ ધરાવે છે, ત્યારે તે તેના પ્રદર્શન પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. IPLનું ઉદાહરણ આપતા ઉથપ્પાએ કહ્યું, 'તમે IPL ને જ જુઓ, મોટાભાગે આવી ટીમોએ ટાઇટલ જીત્યા છે, જેણે રમતમાં ઓછા ફેરફાર કર્યા છે. ચેન્નાઈ (સુપર કિંગ્સ) અને મુંબઈ (ઈન્ડિયન્સ)ની સફળતા પણ તેની પુષ્ટિ કરે છે.' ઉથપ્પાએ વધુમાં કહ્યું, 'મને લાગે છે કે ખેલાડીઓને સુરક્ષાની ભાવના આપવી જરૂરી છે. ભારતીય ટીમમાં છેલ્લા કેટલાક સમયથી જે કંઈ થઈ રહ્યું છે તેના કારણે ખેલાડીઓ સુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં નથી અને મહત્ત્વના પ્રસંગોએ તેમનું પ્રદર્શન બહાર આવતું નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.