Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપ 2022ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ અંગે માહિતી આપી છે. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર રમત બતાવતા 35 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ હોંગકોંગ સામે પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.  જાડેજાના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ UAEમાં એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને ટૂર્નà
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો  ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર
એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. રવીન્દ્ર જાડેજા જમણા ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપ 2022ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ અંગે માહિતી આપી છે. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર રમત બતાવતા 35 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ હોંગકોંગ સામે પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.  
જાડેજાના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ 
UAEમાં એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટની વચ્ચે જ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં બેટથી શાનદાર રમત બતાવતા 35 રનની ઇનિંગ રમી હતી. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, "ઓલ ઈન્ડિયા સિલેક્શન કમિટીએ ચાલુ એશિયા કપ માટે રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલનું નામ આપ્યું છે." 
Advertisement


રવિન્દ્ર જાડેજાનું નીકળવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો
રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેના સ્થાને અક્ષર પટેલ કે જેને અગાઉ ટીમમાં સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો તે ટૂંક સમયમાં દુબઈમાં ટીમમાં જોડાશે. આઈપીએલ 2022 દરમિયાન પણ રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તેણે કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડ્યું હતું. ત્યારબાદ જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દ્વારા ક્રિકેટ મેદાન પર પુનરાગમન કર્યું હતું. ત્યારથી તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે તેની બહાર નીકળવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો માનવામાં આવે છે.
અક્ષર પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા
ભારતીય ચાહકો હવે રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. વિન્ડીઝના તાજેતરના પ્રવાસ પરની બીજી વનડે મેચમાં અક્ષરે અણનમ 64 રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે મેચમાં 311 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 80 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની શાનદાર બેટિંગે ભારતને જીત અપાવી હતી. અક્ષરે T20 ઇન્ટરનેશનલમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં, કુલ સાત વિકેટ સાથે સિરિઝ પૂરી કરી હતી.
એશિયા કપ માટેની ભારતીય ટીમઃ 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ.
 
ટીમ ઇન્ડિયા સુપર ફોરમાં પહોંચી 
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022ના સુપર-ફોરમાં પહોંચી ગઈ છે. પ્રથમ મેચમાં જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. બીજી મેચમાં તેણે હોંગકોંગને 40 રનથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે પાકિસ્તાન/હોંગકોંગ સામે ટકરાશે.
 
Tags :
Advertisement

.