Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની હાર બાદ ઘૂંટણીયે બેસીને રડતો રહ્યો શાદાબ ખાન, જુઓ Video

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માંથી બહાર થવાની અણી પર રહેલી પાકિસ્તાની ટીમની હાર બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનને પહેલાથી જ ખ્યાલ હતો કે, ટીમ ઈન્ડિયા આ વખતે તેને કચડી નાખશે, પરંતુ તેમને અંદાજ ન હતો કે ઝિમ્બાબ્વે જેવી નબળી માનવામાં આવતી ટીમ પણ તેમને હરાવી દેશે. આ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સપનાથી ઓછું નથી. ટીમની ઝિમ્બાબ્વે સામે હાર થયા બાદ ઘણા ફોટા અને વિડીયો સામે à
ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની હાર બાદ ઘૂંટણીયે બેસીને રડતો રહ્યો શાદાબ ખાન  જુઓ video
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માંથી બહાર થવાની અણી પર રહેલી પાકિસ્તાની ટીમની હાર બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનને પહેલાથી જ ખ્યાલ હતો કે, ટીમ ઈન્ડિયા આ વખતે તેને કચડી નાખશે, પરંતુ તેમને અંદાજ ન હતો કે ઝિમ્બાબ્વે જેવી નબળી માનવામાં આવતી ટીમ પણ તેમને હરાવી દેશે. આ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સપનાથી ઓછું નથી. ટીમની ઝિમ્બાબ્વે સામે હાર થયા બાદ ઘણા ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે, જેમા પાકિસ્તાની ખેલાડીઓ દુઃખી થતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે શાદાબ ખાનનો એક રડતો વિડીયો વાયરલ થયો છે.
ઘૂંટણીયે બેસીને રડતો રહ્યો શાદાબ ખાન
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 1 રનથી હરાવ્યું છે. પાકિસ્તાનને જીત માટે છેલ્લા બોલ પર 3 રનની જરૂર હતી. અંતિમ બોલ શાહીન શાહ આફ્રિદીએ શોર્ટ ફટકાર્યો હતો પરંતુ તે માત્ર એક રન પૂરો કરવામાં સફળ રહ્યો હતો અને ડબલ રન બનાવતા તે રનઆઉટ થયો હતો. સેમીફાઈનલની રેસની વાત કરીએ તો પાકિસ્તાન માટે આ એક મોટી હાર કહેવાઇ રહી છે. ત્યારે આ હારને હવે પાકિસ્તાની ખેલાડીઓ જાણે સહન ન કરી શક્યા હોય તેવું લાગી રહ્યું છે. ઝિમ્બાબ્વે સામેની હારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને કેવી રીતે તોડી નાખી, તે તમે મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓના ચહેરા પરથી જોયુ જ હશે. તાજેતરમાં શાદાબ ખાનનો રડતો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શાદાબ ડ્રેસિંગ રૂમ પાસે ઘૂંટણિયે બેસીને રડતો જોવા મળે છે. આ વિડીયો પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ દિલ તોડનારો છે. શાદાબ ખાને આ મેચમાં સારી બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં માત્ર 23 રન જ આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં બેક ટૂ બેક હાર
જોકે, શાદાબ ખાન બેટથી કંઈ કરી શક્યો નહોતો અને 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 20 ઓવરમાં આઠ વિકેટે 130 રનના સ્કોર પર રોકી દીધું હતું, પરંતુ જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 129 રન જ બનાવી શકી હતી. ભારત સામે હાર્યા બાદ ઝિમ્બાબ્વે કે જેને નબળી ટીમ કહેવાય છે તેની સામે પણ હારનો સામનો કરવો પાકિસ્તાનના ખેલાડીઓ માટે ખરાબ સપના બરોબર બની ગયું છે. ટીમને તમામ જગ્યાએથી ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ટીમના ખેલાડીઓને ગલી ક્રિકેટ રમતા ખેલાડીઓ સાથે પણ સરખાવવામાં આવ્યા છે. 
પાકિસ્તાનના બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ICC T20 વર્લ્ડ કપ 2022 માં ઝિમ્બાબ્વે સામે એક રનથી હાર પાકિસ્તાન માટે સેમિફાઇનલ રેસમાંથી નામ કાપી શકે તેમ છે. ભારત સામેની નજીકની મેચમાં પાકિસ્તાન પહેલા ચાર વિકેટથી હારી ગયું અને પછી ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું. મહત્વનું છે કે, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ પાકિસ્તાન સામે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ઝિમ્બાબ્વેને ગુરુવારે T20 વર્લ્ડ કપની મેચમાં આઠ વિકેટે 130 રન પર રોકી દીધા હતા. પાકિસ્તાન માટે મોહમ્મદ વસીમ સૌથી સફળ બોલર રહ્યો, તેણે પોતાની ચાર ઓવરમાં 24 રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેમના સિવાય શાદાબ ખાને ચાર ઓવરમાં 23 રન આપીને ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે 31 અને કેપ્ટન ક્રેગ ઈરવિન અને બ્રાડ ઈવાન્સે 19-19 રન બનાવ્યા હતા.
 
Advertisement
Tags :
Advertisement

.