Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અર્શદ નદીમને પોતાના દીકરા સમાન ગણાવી નીરજની માતાએ જીત્યું સૌ કોઇનું દિલ

નીરજ ચોપરાની સિદ્ધિ અને માતાનું પાકિસ્તાન પ્રત્યે સ્નેહભાવ નીરજના સિલ્વર મેડલ પર માતાનું અનોખું નિવેદન શોએબ અખ્તરે સરોજ દેવીના શબ્દો પર વ્યક્ત કરી પ્રશંસા Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા (Neeraj Chopra) એ ભારત માટે સિલ્વર મેડલ...
અર્શદ નદીમને પોતાના દીકરા સમાન ગણાવી નીરજની માતાએ જીત્યું સૌ કોઇનું દિલ
  • નીરજ ચોપરાની સિદ્ધિ અને માતાનું પાકિસ્તાન પ્રત્યે સ્નેહભાવ
  • નીરજના સિલ્વર મેડલ પર માતાનું અનોખું નિવેદન
  • શોએબ અખ્તરે સરોજ દેવીના શબ્દો પર વ્યક્ત કરી પ્રશંસા

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા (Neeraj Chopra) એ ભારત માટે સિલ્વર મેડલ (Silver Medal) જીત્યો છે. ત્યારબાદ તેમની માતા સરોજ દેવીનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યું છે. સરોજ દેવીએ ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમને પણ પોતાનો દીકરો ગણાવ્યો હતો. આ નિવેદન માટે તેમને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તર સહિત ઘણા લોકોએ પ્રશંસા કરી છે.

Advertisement

નીરજ ચોપરાની સિદ્ધિ અને માતાનું નિવેદન

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે. તેમની માતા સરોજ દેવીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, "અમે ખૂબ જ ખુશ છીએ. અમારા માટે Gold-Silver સમાન છે. જેણે ગોલ્ડ જીત્યો (અર્શદ નદીમ) તે પણ અમારો છોકરો છે." સરોજ દેવીના આ નિવેદને પાકિસ્તાની ચાહકોનું દિલ જીતી લીધું છે.

Advertisement

શોએબ અખ્તરની પ્રશંસા

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરે સરોજ દેવીના નિવેદનની ખૂબ પ્રશંસા કરી અને તેમને સલામ કર્યું. શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'Gold જેની પાસે છે તે પણ અમારો છોકરો છે. આ વાત ફક્ત માતા જ કહી શકે છે. અદ્ભુત.'

Advertisement

અર્શદ નદીમની સિદ્ધિ

પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકની ફાઈનલ મેચમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે 92.97 મીટર ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. અર્શદ નદીમે પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતીને 32 વર્ષના દુષ્કાળનો અંત લાવી દીધો છે. આ બંને ખેલાડીઓની સિદ્ધિ અને સરોજ દેવીના નિવેદનને કારણે ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : જ્વેલિન થ્રોમાં ભારતના Neeraj Chopra એ જીત્યો સિલ્વર

Tags :
Advertisement

.