Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MI VS SRH : મુંબઈના વાનખેડેમાં કોણ મારશે આજે બાજી, વાંચો અહેવાલ

IPL 2024 ની 55 મી મેચ SRH અને MI વચ્ચે રમાવા જઇ રહી છે. આ મેચ MI ના હોમ ગ્રાઉંડ વાનખેડેના મેદાન ઉપર રમાવવાની છે. આ મેચ મુંબઈ માટે અત્યંત મહત્વની રહેવાની છે કેમ કે હવે તેમના પ્લેઓફમાં જવાના ચાંસ...
mi vs srh   મુંબઈના વાનખેડેમાં કોણ મારશે આજે બાજી  વાંચો અહેવાલ

IPL 2024 ની 55 મી મેચ SRH અને MI વચ્ચે રમાવા જઇ રહી છે. આ મેચ MI ના હોમ ગ્રાઉંડ વાનખેડેના મેદાન ઉપર રમાવવાની છે. આ મેચ મુંબઈ માટે અત્યંત મહત્વની રહેવાની છે કેમ કે હવે તેમના પ્લેઓફમાં જવાના ચાંસ નહિવત થઈ ગયા છે, પરંતુ પોતાના આંગણે તેમની છેલ્લી મેચ KKR સામે હતી. જેમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મુંબઈ માટે આ મેચ જીતવી એ ખૂબ જરૂરી બન્યું છે. ચાલો જાણીએ કેવા રહેશે આજની મેચના હાલ..

Advertisement

કેવો રહેશે પિચનો મિજાજ

મુંબઈ ઈંડિયંસના હોમ ગ્રાઉંડ વાનખેડેની વાત કરીએ તો આ સ્ટેડિયમ હાઈ-સ્કોરિંગ મુકાબલો માટે જાણીતું છે, પરંતુ આ સિઝનમાં પિચનો વ્યહવાર બેટિંગ માટે સામાન્ય રહ્યો છે, આ મેદાન ઉપર 10 ઇનિંગ્સમાં 200 રનનો આંકડો માત્ર 3 વખત પાર થયો છે. KKR સામેની છેલ્લી મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો અને MI 150 રન સુધી પણ પહોંચી શકી નહોતી. વાનખેડે ખાતે, ટીમો ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે, કારણ કે રાત્રે ઝાકળની થોડી અસર થતી નથી. પ્રથમ બેટિંગ કરનાર ટીમની નજર 200ની નજીક પહોંચીને વિપક્ષી ટીમ પર દબાણ બનાવવાની રહેશે.

HEAD TO HEAD ( MI VS SRH )

હૈદરાબાદ અને મુંબઈ IPL માં 22 મેચોમાં સામસામે આવી ચૂક્યા છે. આ 22 મેચોમાંથી હૈદરાબાદે 10 માં જીત મેળવી છે જ્યારે મુંબઈએ 12 મેચમાં વિજય મેળવ્યો છે. આમ આ મેચમાં હૈદરાબાદ વિજય મેળવીને  પોતાનો સ્કોર 11 કરવા માટે ઝંખના કરશે.

Advertisement

TOTAL MATCHES PLAYED BETWEEN MI AND SRH : 22

MI WON : 12

Advertisement

SRH WON : 10

MI VS SRH સંભવિત પ્લેઇંગ 11

ઈશાન કિશન (wk), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (ડબલ્યુ), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન

આ પણ વાંચો : T20 World Cup: ટીમ ઈન્ડિયાની જર્સી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Tags :
Advertisement

.