MI Vs KKR : મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત,કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું
- રિયાન રિકેલ્ટને ફટકારી અડધી સદી
- મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર જીત
- કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું
- રાયન રિકેલ્ટની અડધી સદી
MI vs KKR :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-12 માં મુંબઈ ઇન્ડિયન્સ નો સામનો કોલકાતા નાઈટ રાઇડર્સ (MIvsKKR) સાથે થયો. સોમવારરે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈએ 8 વિકેટે જીત મેળવી હતી.મુંબઈને જીતવા માટે 117 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.જે તેમણે માત્ર 12.5 ઓવરમાં જ મેળવી લીધો. મુંબઈ ઈન્ડિયન્સની જીતનો હીરો ઝડપી બોલર અશ્વિની કુમાર હતો, જેણે આઈપીએલ ડેબ્યૂમાં ચાર વિકેટ લીધી હતી. મુંબઈ માટે રાયન રિકેલ્ટને પણ અણનમ અડધી સદી (62*) ફટકારી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલી જીત
આ સિઝનમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલી જીત હતી. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે એકતરફી જીત નોંધાવી હતી. હવે તેને ચાલુ સિઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
A different 'Monday Blues' for @mipaltan 💙#MI register a convincing 8⃣-wicket victory over #KKR and are up and away in #TATAIPL 👌💙
Scorecard ▶ https://t.co/iEwchzEpDk#MIvKKR pic.twitter.com/FtEfP0HDtJ
— IndianPremierLeague (@IPL) March 31, 2025
આ પણ વાંચો -MI Vs KKR: કોણ છે અશ્વિની કુમાર? ડેબ્યૂ મેચમાં જ મચાવી ધૂમ
રાયન રિકેલ્ટને અડધી સદી ફટકારી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી,'ઈમ્પેક્ટ સબ' RohitSharma અને રાયન રિકેલ્ટને મુંબઈને સારી શરૂઆત અપાવી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે ૫.૨ ઓવરમાં 46 રનની ભાગીદારી કરી. રોહિત ફોર્મમાં દેખાતો હતો પરંતુ તેની શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો નહીં.રોહિત આન્દ્રે રસેલની બોલિંગમાં હર્ષિત રાણાના હાથે કેચ આઉટ થયો.
Maiden fifty in #TATAIPL 🫡
Maiden fifty for #MI 💙Ryan Rickelton is putting on a show in front of the home crowd 👏👏
Updates ▶ https://t.co/iEwchzEpDk#MIvKKR pic.twitter.com/5dtWZj0HRB
— IndianPremierLeague (@IPL) March 31, 2025
આ પણ વાંચો -RR vs CSK: રાજસ્થાનની 'રોયલ' જીત, ભારે રસાકસીના અંતે ચેન્નાઇ હાર્યું
KKR તરફથી આન્દ્રે રસેલે બંને વિકેટ લીધી
રોહિતે 12 બોલમાં 1છગ્ગાની મદદથી 13રન બનાવ્યા.અહીંથી રાયન રિકેલ્ટને કોલકાતાને કોઈ તક આપી ન હતી અને તોફાની ફિફ્ટી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાના ઓપનર રિકેલ્ટને 41 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 62 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ પણ 27 રન બનાવીને અણનમ પરત ફર્યા. KKR તરફથી આન્દ્રે રસેલે બંને વિકેટ લીધી.