વધારે એક ભારતીય ક્રિકેટરના લગ્ન જીવનમાં ભંગાણ, પત્નીની તસ્વીરો ડિલીટ કરી
- મનીષ પાંડેએ 2015 માં કર્યું હતું ડેબ્યું
- આઇપીએલમાં સૌથી પહેલી સદી ફટકારનાર ખેલાડી
- તમિલ અભિનેત્રી સાથે 2019 માં કર્યા હતા લગ્ન
Manish Pandey And Ashrita Shetty : છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો સમય ખરાબ ચાલી રહ્યો છે. પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય તમામ ખેલાડીઓ પરેશાન છે. મોહમ્મદ શમીના છૂટાછેડા થયા બાદ શિખર ધવન, હાર્દિક પંડ્યા અને યજુવેન્દ્ર ચહલ બાદ હવે વધારે એક ભારતીય ક્રિકેટરના છુટાઆછેડાના સમાચારો સામે આવી રહ્યા છે.
બંન્નેના સંબંધોમાં લાંબા સમયથી હતી ખટાશ
રિપોર્ટ અનુસાર ક્રિકેટર મનીષ પાંડેના પણ સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. મનીષ પાંડે અને તેની પત્ની અર્શિટા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પરથી એક બીજાની તસ્વીરો ડિલિટ કરી દીધી છે. બંન્ને એક બીજાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અનફોલો પણ કરી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર મનીષ પાંડે અને અર્શિતાના સંબંધોમાં ખટાશ તો લાંબા સમયથી ચાલી રહી હતી.
આ પણ વાંચો : શું લાડલી બહેન યોજના ખાલી ચૂંટણી જીતવા માટે જ હતી? 1.63 લાખ મહિલાઓના નામ હટાવાયા
અર્શિતા સાઉથની અભિનેત્રી છે
હાલના અહેવાલો અનુસાર મનીષ પાંડે અને અર્શિતાના લગ્ન 2019 માં થયા હતા. આશ્રિતાનો પરિવાર કર્ણાટકનો રહેવાસી છે. આશ્રિતા તમિલ અભિનેત્રી છે.મનીષ પાંડેએ 2015 માં ભારતીય ટીમમાં ડેબ્યું કર્યું હતું. ત્યાર બાદથી ipl માં પણ ખેલાડીની મેચ જ્યારે પણ આયોજીત થાય ત્યારે આશ્રિતા હાજર રહેતી હતી. જો કે 2024 ની આઇપીએલ દરમિયાન તે એક પણ મેચમાં જોવા મળી નહોતી. ત્યારથી જ બંન્ને વચ્ચે બધુ બરોબર નહીં હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો હતો. મનીષ પાંડેની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન બની છતા આશ્રિતાએ કોઇ પોસ્ટ નાખી નહોતી.
આઇપીએલના શતકવીર છે મનીષ પાંડે
મનીષ પાંડે આઇપીએલમાં સદી ફટકારનાર પહેલા ભારતીય છે. તેમણે 2009 માં આરસીબી માટે રમતા સદી ફટકારી હતી. 2021 માં તેમને ભારતીય ટીમ માટે રમવાની પણ તક મળી હતી. ભારત માટે 29 વનડેમાં 566 રન અને 39 ટી 20 માં 709 રન બનાવી ચુક્યા છે.
આ પણ વાંચો : 'પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને 1100 રૂપિયા વહેંચી રહ્યા છે', કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને કરી ફરિયાદ