Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ 16 વર્ષની ઉંમરે ફટકારી શાનદાર સદી, રચ્યો ઈતિહાસ

Rocky Flintoff Century : ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમ (England and Sri Lanka under-19 cricket team) વચ્ચે યુવા ટેસ્ટ મેચો (Youth Test Matches) ની શ્રેણી રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ડ્રો (First Mathc Draw) રહી...
દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ 16 વર્ષની ઉંમરે ફટકારી શાનદાર સદી  રચ્યો ઈતિહાસ

Rocky Flintoff Century : ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમ (England and Sri Lanka under-19 cricket team) વચ્ચે યુવા ટેસ્ટ મેચો (Youth Test Matches) ની શ્રેણી રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ડ્રો (First Mathc Draw) રહી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં છે. આ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી એન્ડ્રુ ફ્લિન્ટોફ (Andrew Flintoff) ના દિકરા રોકી ફ્લિન્ટોફે (Rocky Flintoff) સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. મેચની પ્રથમ ઇનિંગ (First Innings) માં શ્રીલંકાની આખી ટીમ 153 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 477 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં શ્રીલંકાએ 246 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

Advertisement

રોકીએ સદી ફટકારી

વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદી જોવામાં આવે છે ત્યારે તેમાં એન્ડ્રુ ફ્લિન્ટોફનું નામ હંમેશા સામેલ થશે. તેની નિવૃત્તિને ઘણો સમય વીતી ગયો હોવા છતાં આજે ચાહકો તેની રમતના દિવાના છે. જોકે, આ વખતે મેદાન પર સિનિયર ફ્લિન્ટોફ નહીં પણ તેના દિકરા રોકી ફ્લિન્ટોફના કારનામા જોવા મળ્યા છે, જેમાં રોકીએ ઈંગ્લેન્ડ અંડર 19 અને શ્રીલંકા અંડર 19 ટીમ વચ્ચે રમાઈ રહેલી યુવા ટેસ્ટ ક્રિકેટ મેચ સિરીઝમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદીના આધારે રોકીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રોકી ફ્લિન્ટોફે 181 બોલમાં 106 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન રોકીએ 9 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલો રોકી પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 9 રન બનાવી શક્યો હતો. રોકી ઉપરાંત કેપ્ટન હમઝા શેખે પણ 211 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી.

Advertisement

રોકીએ રચ્યો ઈતિહાસ

રોકી ફ્લિન્ટોફે (Rocky Flintoff) બીજી ટેસ્ટમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હતું અને ચેલ્ટનહામમાં શ્રીલંકા સામેની બીજી યુથ મેન્સ ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. રોકી ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફનો પુત્ર છે. જેણે આ મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે ઈંગ્લેન્ડ અંડર-19 માટે આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેના પિતા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફની હાજરીમાં, 16 વર્ષીય રોકી ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડ અંડર-19 માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 106 રનની શાનદાર ઈનિંગ રમી અને પ્રથમ ઇનિંગમાં 324 રનની લીડ લેવામાં મદદ કરી. ફ્લિન્ટોફે પોતાની ઇનિંગમાં 181 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા અને જેક કાર્ની સાથે છઠ્ઠી વિકેટ માટે 78 રન જોડ્યા હતા. જેના કારણે ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાના 153 રનનો આંકડો પાર કર્યો હતો.

કોણ છે એન્ડ્રુ ફ્લિન્ટોફ?

એન્ડ્રુ ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડનો દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ માટે કુલ 227 મેચ રમી છે, જેમાં 79 ટેસ્ટ, 141 ODI અને 7 T20 મેચ સામેલ છે, જેમાં તેણે 7 હજારથી વધુ રન બનાવ્યા છે અને 400 વિકેટ પણ લીધી છે.

Advertisement

પિતા-પુત્રનું ડેબ્યૂ

રોકી ફ્લિન્ટોફે 16 વર્ષની ઉંમરે લેન્કેશાયર સાથે પ્રથમ વ્યાવસાયિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં તેણે 9 એપ્રિલના રોજ લેન્કેશાયર સેકન્ડ-XI માટે ડેબ્યુ કર્યું હતું. રોકીએ સિઝનની 4 મેચમાં એક અડધી સદી અને એક સદી ફટકારી છે. રોકીના પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફે પણ 1995માં લેન્કેશાયર તરફથી ડેબ્યૂ કર્યું હતું અને તે પછી તેઓ ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી બન્યા હતા.

આ પણ વાંચો: IND VS SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો T20 માં કેપ્ટન

Tags :
Advertisement

.