Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KKR VS MI : મેચ જીતી Play off તરફ કૂચ કરશે KKR કે પછી શાખ માટે જાન લગાવશે મુંબઈ, જાણો કોણ મારશે આજે જીતની બાજી

KKR VS MI : IPL 2024 માં PLAY OFF સુધી પહોંચવાનો રોમાંચ હવે જામ્યો છે. આજે IPL 2024 ની 60 મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે MI અને KKR વચ્ચે રમાવવાની છે.  IPL 2024 માં હવે આવનારી બધી જ મેચ...
kkr vs mi   મેચ જીતી play off તરફ કૂચ કરશે kkr કે પછી શાખ માટે જાન લગાવશે મુંબઈ  જાણો કોણ મારશે આજે જીતની બાજી

KKR VS MI : IPL 2024 માં PLAY OFF સુધી પહોંચવાનો રોમાંચ હવે જામ્યો છે. આજે IPL 2024 ની 60 મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે MI અને KKR વચ્ચે રમાવવાની છે.  IPL 2024 માં હવે આવનારી બધી જ મેચ પ્લે ઓફ માટે ખૂબ જ જરૂરી હોવાની છે. મુંબઈ ઈંડિયંસ હવે જ્યારે PLAY OFF ની રેસમાંથી બહાર ફેંકાયું છે ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની નજર આજની મેચ જીતીને PLAY OFF માં ક્વોલિફાય કરવા ઉપર અને TOP 2 સ્થાન નક્કી કરવા ઉપર રહેશે. આ વર્ષે મુંબઈ અને કોલકાતાની ટક્કર વાનખેડેના મેદાન ઉપર પહેલા થઈ ચૂકી છે. જેમાં કોલકાતાની ટીમને વિજય મળ્યો હતો. ચાલો જાણીએ શું રહેશે આ મેચના હાલ..

Advertisement

HEAD TO HEAD ( KKR VS MI )

જો IPL ના HEAD TO HEAD મુકાબલાની વાત કરીએ તો બંને ટીમ અત્યાર સુધીમાં 33 વખત આમને-સામને આવી ચુકી છે. તેમાંથી KKRએ 10 મેચ જીતી છે, જ્યારે મુંબઈની ટીમ 23માં વિજય નોંધાવવામાં સફળ રહી છે. આ વખતે મેચ કોલકાતાના ઘરે છે, તેનાથી તેને થોડો ફાયદો મળી શકે છે. વધુમાં આ વર્ષે કોલકાતાની ટીમ મુંબઈ કરતાં વધુ મજબૂત લાગી રહી છે, અને આ વર્ષે પહેલા પણ એક વખત કોલકાતાની ટીમ મુંબઈ સામે તેમના ઘરમાં જીતી ચૂકી છે, માટે આજની મેચમાં કોલકાતાનું પલડું ચોક્કસથી ભારે છે.

Advertisement

કેવા છે પિચના હાલ ?

કોલકાતાના ઈડન ગાર્ડનની પીચ ઉપર આ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યું છે તે મુજબ આ મેદાન ઉપર બૅટ્સમેનનો દબદબો રહ્યો છે. તેનું કારણ એ રહ્યું છે કે, અહીંની પિચ સપાટ છે, તેથી જ બોલ બેટ પર સારી રીતે આવે છે અને બેટ્સમેન માટે સ્ટ્રોક રમવામાં સરળતા રહે છે. ઉપરાંત, અન્ય મેદાનોની સરખામણીમાં અહીંની બાઉન્ડ્રી નાની છે. આ વર્ષે અત્યાર સુધીમાં અહીં 6 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાંથી મોટાભાગની મેચોમાં 200થી વધુનો સ્કોર જોવા મળ્યો છે. હવે જો શનિવારે પણ આવું જ કંઈક જોવા મળે તો તે મોટી વાત ન ગણાય. દરેક બેટ્સમેન અહીં મહત્તમ રન બનાવવાનો પ્રયાસ કરશે. આ મેદાન ઉપર ટોસનું પણ મહત્વ ઘણું માનવામાં આવે છે. ટોસ જીતીને અહી કપ્તાન બોલિંગની પસંદગી કરતા હોય છે. કારણ કે આ મેદાન ઉપર ચેસ કરવું સરળ છે.

Advertisement

સંભવિત પ્લેઇંગ 11 

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સંભવિત 11: ફિલ સોલ્ટ (wk), સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (c), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

ઈમ્પેક્ટ પ્લેયર: વૈભવ અરોરા/મનીષ પાંડે

મુંબઈ ઈન્ડિયન્સ (MI) સંભવિત 11: ઈશાન કિશન (wk), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, અંશુલ કંબોજ/લ્યુક વૂડ, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા .

ઇમ્પેક્ટ પ્લેયર: ડીવાલ્ડ બ્રેવિસ / રોમારિયો શેફર્ડ

આ પણ વાંચો : શું ROHIT SHARMA ની MUMBAI INDIANS માટે છે આ છેલ્લી સીઝન? KKR એ પોસ્ટ કરેલ વિડીયોમાં થયો ખુલાસો

Tags :
Advertisement

.