ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KKR VS LSG : ઇડન ગાર્ડનમાં KKR નું રાજ કાયમ, લખનૌ સામે હાંસલ કરી મોટી જીત

KKR VS LSG : IPL 2024 ના આજે સુપર સંડેના ડબલ હેડર મુકાબલામાં પ્રથમ મેચ KKR અને LSG વચ્ચે રમાઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચમાં લખનૌ સામે કોલકાતાની ટીમે 8 વિકેટે એક આસાન જીત મેળવી...
07:09 PM Apr 14, 2024 IST | Harsh Bhatt

KKR VS LSG : IPL 2024 ના આજે સુપર સંડેના ડબલ હેડર મુકાબલામાં પ્રથમ મેચ KKR અને LSG વચ્ચે રમાઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચમાં લખનૌ સામે કોલકાતાની ટીમે 8 વિકેટે એક આસાન જીત મેળવી હતી. આ મેચમાં કોલકાતાના કપ્તાન શ્રેયશએ પહેલા ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી હતી. જેમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતાં આ મેચમાં 161 રન માર્યા હતા અને કોલકાતાની ટીમને 162 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેને કોલકાતાની ટીમે ફક્ત 15.4 ઓવરમાં હાંસલ કરીને શાનદાર જીત પોતાના નામે કરી હતી.

KKR ની ધારદાર બોલિંગ સામે LSG આવી ઘૂંટણે

LSG એ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 161 રન બનાવ્યા હતા. જેમાં નિકોલસ પૂરનનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું. નિકોલસ પૂરને આ મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. જેમાં 4 છક્કા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ LSG ની ટીમમાં તેના ઉપરાંત અન્ય કોઈ પણ બેટ્સમેનએ મોટો સ્કોર બનાવ્યો ન હતો. KKR ની ટીમના સ્પિનર અને ફાસ્ટ બોલર્સ બને એ ખૂબ જ સારી બોલિંગ કરી હતી. સુનિલ નારાયણએ આ મેચમાં એકદમ કિફાયતી બોલિંગ કરતાં 4 ઓવરમાં ફક્ત 17 રન આપ્યા હતા અને એક સફળતા તેમના હાથે લાગી હતી. તે ઉપરાંત વૈભવ અરોરા, વરુણ ચક્રવતી અને રસલને પણ એક એક સફળતા મળી હતી, પરંતુ KKR ની આ બોલિંગના મુખ્ય નાયક આજે મીચેલ સ્ટાર્ક રહ્યા હતા.

મીચેલ સ્ટાર્ક - FORM IS TEMPORARY BUT CLASS IS PERMENENT

આ વર્ષની હરાજીમાં કોલકાતાની ટીમે મીચેલ સ્ટાર્કને 24.5 કરોડ ખર્ચીને પોતાની ટીમમાં શામેલ કર્યો હતો. પરંતુ તેઓ શરૂઆતની 3 મેચમાં યોગ્યા પ્રદર્શન આપી શક્યા ન હતા. પરંતુ આજે તેમણે શાનદાર બોલિંગ કરીને સૌને બતાવી દીધું હતું કે તેઓ કઈ કક્ષાના બોલર છે અને કેમ તેમણે વિશ્વ ક્રિકેટમાં આટલું મહત્વ આપવામાં આવે છે. મીચેલ સ્ટાર્કએ આજે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ્સ ઝડપી હતી. મીચેલ સ્ટાર્કએ દીપક હૂડા, નિકોલસ પૂરન અને અરશદ ખાનની વિકેટ ઝડપી હતી.

ફિલ સોલ્ટ અને શ્રેયસ અય્યરની દમદાર જોડીએ કર્યો કમાલ

LSG ના 162 રનના લક્ષ્યાંકના જવાબમાં ફિલિપ સોલ્ટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ફિલિપ સોલ્ટે 47 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ફિલિપ સોલ્ટની આ સિઝનમાં બીજી અડધી સદી છે. તે જ સમયે, શ્રેયસ અય્યરે પણ આ મેચમાં કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર 38 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. શ્રેયસ અય્યર અને સોલ્ટ વચ્ચે આ મેચમાં શાનદાર 120 રનની પાર્ટનરશીપ થઈ હતી. આ પાર્ટનરશીપે મેચને એકતરફી બનાવી દીધી હતી.

LSG સામે KKR ની પ્રથમ જીત

KKR માટે આજની આ જીત ઘણી ખાસ છે. બાબત એમ છે કે,  IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હોય. અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ અને કેકેઆરની ટીમો વચ્ચે 3 મેચ રમાઈ હતી. આ ત્રણેય મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે જીત મેળવી હતી. પરંતુ આ વખતે એવું ન થયું અને લખનૌની જીતનો દોર તૂટી ગયો છે.

KKR ના KING KHAN પણ પહોંચ્યા હતા સ્ટેડિયમ

બોલિવૂડ સુપરસ્ટાર અને KKR ના માલિક શાહરૂખ ખાન પણ આજરોજ ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની IPL 2024ની મેચની મજા માણવા માટે હાજર રહ્યા હતા. તેની સાથે તેના બાળકો સુહાના ખાન અને અબરામ પણ જોડાયા હતા. તેમની સાથે સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે પણ સ્ટેન્ડમાં મેચ એન્જોય કરતી જોવા મળી હતી. KKR ના મેચમાં શાનદાર દેખાવથી શાહરુખ ખાન ઘણા ખુશ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા સાથે છેતરપિંડી મામલે આરોપી ભાઇ વૈભવે કર્યો ચોંકાવનારો ખુલાસો

Tags :
captaincy Kolkata Knight RidersEDAN GARDENKKR VS LSGLSGMitchell StarcPHILL SALTshreyas iyersrkSunil Narine
Next Article