Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 : Piyush Chawla ના નામે નોંધાયો આ મોટો વિક્રમ, ડ્વેન બ્રાવોને છોડ્યો પાછળ

Piyush Chawla New Record : મુંબઈ ઈંડિયંસ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે હાલ વાનખેડે ખાતે મુંબઈમાં રમાઈ રહી છે. આ IPL 2024 ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ...
ipl 2024   piyush chawla ના નામે નોંધાયો આ મોટો વિક્રમ  ડ્વેન બ્રાવોને છોડ્યો પાછળ
Advertisement

Piyush Chawla New Record : મુંબઈ ઈંડિયંસ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે હાલ વાનખેડે ખાતે મુંબઈમાં રમાઈ રહી છે. આ IPL 2024 ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી KKR ની ટીમ 19.5 ઓવરમાં 169 રન જ બનાવી શકી હતી. આ મેચમાં કોલકાતાની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર ​​Piyush Chawla એ આ મેચમાં એક વિક્રમ સર્જ્યો છે. આ સાથે જ પિયુષ ચાવલાએ ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડી નાખ્યો અને આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે.

ચાવલાના નામે સર્જાયો આ વિક્રમ

Advertisement

IPL ના સૌથી ખાસ બોલરની સૂચિમાં પિયુષ ચાવલાનો સમાવેશ થાય છે. આજની મેચમાં પિયુષ ચાવલાએ 1 વિકેટ લીધી હતી. તેણે 7 મી ઓવરના પહેલા બોલ પર રિંકુ સિંહને કેચ એન્ડ બોલ્ડ કર્યો હતો. રિંકુની વિકેટ સાથે પીયૂષ ચાવલે IPLમાં 184 વિકેટ પૂરી કરી લીધી. ડ્વેન બ્રાવોએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 183 આઉટ કર્યા હતા. આ સાથે જ પીયૂષ ચાવલા IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. આ યાદીમાં ટોચ પર છે યુઝવેન્દ્ર ચહલ, જેણે લીગમાં 200 સફળતા હાંસલ કરી છે.

Advertisement

IPL માં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર્સ

200 વિકેટ: યુઝવેન્દ્ર ચહલ
184 વિકેટઃ પીયૂષ ચાવલા
183 વિકેટ: ડ્વેન બ્રાવો
178 વિકેટઃ ભુવનેશ્વર કુમાર

આ વર્ષે પણ પિયુષ ચાવલાનો સારો દેખાવ

આ વર્ષે પિયુષ ચાવલાના અત્યાર સુધીના 8 મેચમાં 9.5ની ઈકોનોમીથી 5 વિકેટ ઝડપી છે. વર્તમાન સિઝનમાં 1/15 તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. તે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ  વિકેટ લેનાર બોલરમાં 5 મો છે.

આ પણ વાંચો : 20 વર્ષીય આ ક્રિકેટરનું અચાનક થયું મોત, અંતિમ વિડીયો જોઈ સૌ થયા ભાવુક

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
સ્પોર્ટ્સ

IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી

featured-img
સ્પોર્ટ્સ

star cricket થયો ઇજાગ્રસ્ત,ચાર મહિના ક્રિકેટથી રહેશે દૂર!

featured-img
વાયરલ & સોશિયલ

Rahul Dravid, IPL 2025: રાહુલ દ્રવિડનો જુસ્સો, કાખઘોડી પર ચાલી રાજસ્થાન ટીમને કોચિંગ આપી, જુઓ Viral Video

featured-img
સ્પોર્ટ્સ

પાકિસ્તાની ક્રિકેટ ટીમની હાર પાછળ PCB જવાબદાર? જાણો કોણે કર્યો આ ખુલાસો

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy બાદ બાંગ્લાદેશને મોટો ઝટકો, સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ

×

Live Tv

Trending News

.

×