Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 : શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી Rohit Sharma ની કરવામાં આવી છે બાદબાકી ?

રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશિપમાં ભારત અફઘાનિસ્તાન (IND vs AFG) સામે T20I સિરીઝ રમી રહી છે. આવતીકાલે 14 જાન્યુઆરીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ રમાશે. ભારતીય ટીમે પ્રથમ T20 મેચ 6 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી....
ipl 2024   શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી rohit sharma ની કરવામાં આવી છે બાદબાકી
Advertisement

રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશિપમાં ભારત અફઘાનિસ્તાન (IND vs AFG) સામે T20I સિરીઝ રમી રહી છે. આવતીકાલે 14 જાન્યુઆરીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ રમાશે. ભારતીય ટીમે પ્રથમ T20 મેચ 6 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. આ વચ્ચે આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમના સામે આવ્યા પછી ઘણા ભારતીય ખેલાડીઓ નિરાશ થયા છે, જેમને આશા હતી કે તેઓ ભારતીય ટીમમાં પરત ફરશે. બીજી તરફ ભારતીય ટીમની જાહેરાત થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) નવો વિવાદ શરૂ કર્યો છે. મુંબઈએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં માત્ર રોહિત શર્મા (Rohit Sharma) જ ગાયબ છે.

શું છે સમગ્ર મામલો ?

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા એકવાર ફરી કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. રોહિત શર્મા (Rohit Sharma) ઉપરાંત વિરાટ કોહલી (Virat Kohli) પણ આ સિરીઝમાં રમતા જોવા મળશે. ભારતીય ટીમની ટીમ જાહેર થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે એક પોસ્ટર રિલીઝ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતીય ટીમનું પોસ્ટર (Indian Team's Poster) રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં રોહિત શર્મા (Rohit Sharma) નો કોઈ ફોટો નથી. નોંધનીય છે કે આ પોસ્ટરમાં શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહની તસવીરો છે. રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમનો કેપ્ટન છે, તેમ છતાં પોસ્ટરમાં તેની તસવીર નથી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા (Social Media) પર એવા અહેવાલો છે કે રોહિત શર્મા (Rohit Sharma) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું.

Advertisement

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સની પોસ્ટ પર ફેન્સ ગુસ્સે

જણાવી દઈએ કે IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને સોંપી દીધી છે. રોહિત શર્મા (Rohit Sharma) IPL ની આગામી સિઝનમાં મુંબઈ તરફથી રમતા જોવા મળશે, તેમ છતાં આ ખેલાડી પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ છે અને આ જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. ત્યારથી, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે રોહિત અને મુંબઈ વચ્ચે કેપ્ટનશિપને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સે પોસ્ટરમાંથી રોહિત શર્માને મિસ કરીને આ અફવાને વેગ આપ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની પોસ્ટ પર રોહિત શર્માના ફેન્સ પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

આ પણ વાંચો - IND VS AFG : શું તિલક વર્માની ટીમમાંથી હવે થશે બાદબાકી ?

આ પણ વાંચો - IND vs ENG : મોહમ્મદ શમી અને ઈશાન કિશન ટેસ્ટ ટીમમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
સ્પોર્ટ્સ

IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી

featured-img
સ્પોર્ટ્સ

star cricket થયો ઇજાગ્રસ્ત,ચાર મહિના ક્રિકેટથી રહેશે દૂર!

featured-img
વાયરલ & સોશિયલ

Rahul Dravid, IPL 2025: રાહુલ દ્રવિડનો જુસ્સો, કાખઘોડી પર ચાલી રાજસ્થાન ટીમને કોચિંગ આપી, જુઓ Viral Video

featured-img
સ્પોર્ટ્સ

પાકિસ્તાની ક્રિકેટ ટીમની હાર પાછળ PCB જવાબદાર? જાણો કોણે કર્યો આ ખુલાસો

×

Live Tv

Trending News

.

×