Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગલુરૂની મુંબઈ સામે 8 વિકેટે જીત, વિરાટ અને ડૂ પ્લેસિસનું શાનદાર પ્રદર્શન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2023 માં જીત સાથે શાનદાર રૂઆત કરી છે. બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવાર 2 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું. RCBની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ...
બેંગલુરૂની મુંબઈ સામે 8 વિકેટે જીત  વિરાટ અને ડૂ પ્લેસિસનું શાનદાર પ્રદર્શન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2023 માં જીત સાથે શાનદાર રૂઆત કરી છે. બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવાર 2 એપ્રિલના રોજ રમાયેલી મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું. RCBની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હતા. બંને ખેલાડીઓએ મળીને મુંબઈના 172 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી દીઘો હતો.
કોહલી અને ડૂ પ્લેસીસની શાનદાર ઈનિંગ
વિરાટ કોહલીએ 49 બોલમાં અણનમ 82 રનની ઈનિંગ રમી જેમા 6 ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ છે. વિરાટ કોહલીએ પોતાની IPL કેરિયરની 45મી અડધી સદી જ્યારે ડુ પ્લેસિસે 43 બોલમાં 6 છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા. બેંગલુરૂએ 22 બોલ બાકી હતા ત્યાંજ મેચ જીતી લીધી હતી.
મુંબઈની નબળી શરૂઆત
ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ઘણી ખરાબ રહી અને મુંબઈએ માત્ર 20 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અને 48 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ નેહાલ વઢેરા અને તિલક વર્માએ 50 રનોની ભાગીદારી કરી મુંબઈને સારી સ્થિતિ અપાવી પણ આ જોડી લાંબો સમય ટકી નહી. મુંબઈ 20 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 171 રન બનાવી શક્યું. મુંબઈ તરફથી તિલક વર્માએ શાનદાર 46 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 84 રના બનાવ્યા હતા.
બેંગલુરૂની સરળતાથી જીત
મુંબઈના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરૂની ટીમ તરફથી કોહલી અને ડૂ પ્લેસિસે ટીમને સારી શરૂઆત અપાવી હતી બંનેએ 148 રનની ભાગીદારી નોંધાવી હતી. ડૂ પ્લસિસ આઉટ થયાં બાદ ગ્લેન મેક્સવેલે બે સિક્સરની મદદથી ટીમને જીત અપાવી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.