Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેરાલિમ્પિક હાઇ જમ્પમાં ભારતના Praveen Kumar એ જીત્યો ગોલ્ડ, મેડલ સંખ્યા હવે 26 પર પહોંચી

પેરિસ પેરાલિમ્પિકથી વધુ એક મોટા સમાચાર પેરાલિમ્પિક હાઇ જમ્પમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ ભારતના પ્રવીણ કુમારે 2.08 મીટરનો રેકૉર્ડ જમ્પ લગાવ્યો પ્રવીણ કુમારના ગોલ્ડ સાથે ભારતના કુલ મેડલ 26 થયા ભારતના હવે 6 ગોલ્ડ, 9 સિલ્વર, 11 બ્રોન્ઝ...
પેરાલિમ્પિક હાઇ જમ્પમાં ભારતના praveen kumar એ જીત્યો ગોલ્ડ  મેડલ સંખ્યા હવે 26 પર પહોંચી
  • પેરિસ પેરાલિમ્પિકથી વધુ એક મોટા સમાચાર
  • પેરાલિમ્પિક હાઇ જમ્પમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ
  • ભારતના પ્રવીણ કુમારે 2.08 મીટરનો રેકૉર્ડ જમ્પ લગાવ્યો
  • પ્રવીણ કુમારના ગોલ્ડ સાથે ભારતના કુલ મેડલ 26 થયા
  • ભારતના હવે 6 ગોલ્ડ, 9 સિલ્વર, 11 બ્રોન્ઝ મેડલ
  • રેન્કિંગ ટેબલમાં ભારત ટોપ-15માં પહોંચ્યું

Paris Paralympics 2024 : ભારતીય ખેલાડીઓનું પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતીય એથ્લેટ Praveen Kumar (T44) એ પુરુષોની ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે. ભારતે પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલા ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Advertisement

ભારત 26 મેડલ સાથે મેડલ ટેલીમાં 14માં નંબર પર

Praveen Kumar ના ગોલ્ડ મેડલ સાથે, પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતની મેડલ સંખ્યા હવે 26 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત 26 મેડલ સાથે મેડલ ટેલીમાં 14માં નંબર પર આવી ગયું છે.

Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ

  • અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
  • મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
  • પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
  • મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
  • રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
  • પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
  • નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)
  • યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)
  • નીતિશ કુમાર (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)
  • મનીષા રામદાસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
  • તુલાસિમાથી મુરુગેસન (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
  • સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)
  • શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) – બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન
  • સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)
  • નિત્યા શ્રી સિવાન (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SH6)
  • દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 400 મીટર (T20)
  • મરિયપ્પન થાંગાવેલુ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)
  • શરદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)
  • અજીત સિંહ (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)
  • સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)
  • સચિન સર્જેરાવ ખિલારી (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ શોટ પુટ (F46)
  • હરવિન્દર સિંઘ (તીરંદાજી) – ગોલ્ડ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન
  • ધરમબીર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)
  • પ્રણવ સુરમા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)
  • કપિલ પરમાર (જુડો) – બ્રોન્ઝ મેડલ, મેન્સ 60 કિગ્રા (J1)
  • પ્રવીણ કુમાર- ગોલ્ડ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T44)

આ પણ વાંચો:  Paris Paralympics 2024 : તિરંદાજીમાં હરવિંદર સિંઘે રચ્યો ઈતિહાસ, જીત્યો Gold Medal

Advertisement
Tags :
Advertisement

.