Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ અને 32 રને કારમો પરાજય, હાર છત્તા કોહલીએ સ્થાપ્યા નવા કીર્તિમાન

દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આયોજિત આ મેચમાં હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું એ સપનું જ રહી...
દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ અને 32 રને કારમો પરાજય  હાર છત્તા કોહલીએ સ્થાપ્યા નવા કીર્તિમાન

દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આયોજિત આ મેચમાં હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું એ સપનું જ રહી ગયું છે. દક્ષિણ આફ્રિકા ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં કારમો પરાજય આપીને આ શ્રેણીમાં 1-0 આગળ નીકળ્યું છે. આ શ્રેણીની બીજી મેચ હવે 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમની નાજર આ મેચ જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરવા પર રહેશે.

Advertisement

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા, આ પ્રથમ દાવમાં કે એલ રાહુલે ભારતની લાજ રાખીને શાનદાર શતક મારી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા, તેમના આ ધાકડ બેટિંગ દેખાવથી આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં 163 રનની લીડ મળી હતી. ભારત બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, અને આમ ભારતને સાઉથ આફ્રિકા સામે તેમના જ ઘરમાં એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો છે

Advertisement

ભારત હાર્યું પણ કિંગ કોહલીએ સર્જ્યા નવા કીર્તિમાન 

Advertisement

વિરાટ કોહલીએ IND vs SAની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં શાનદાર 82 બૉલમાં 76 બનાવ્યા હતા, આ સાથે તેના નામે વધુ એક વિશેષ માઇલસ્ટોન નોંધાયો છે. કિંગ કોહલી આ કેલેન્ડર વર્ષ 2023 માં 2000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાના મામલે નંબર 1 બની ગયો છે. કિંગ કોહલીએ 7 વખત આ કારનામું કર્યું છે, તેની પહેલા શ્રીલંકાના કુમાર સંગાકારાએ 6 વખત આ સિદ્ધિ મેળવી હતી.

આફ્રિકા સામે કોહલીનો રેકોર્ડ હિટ 

Image

ભારતની બીજી ઈનિંગ પહેલા વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ચોથા ક્રમે હતો, પરંતુ બીજી ઈનિંગમાં બેટથી 76 રન બનાવ્યા બાદ કિંગ કોહલી આ લિસ્ટમાં એકમાત્ર એવો બની ગયો છે, જે બીજા નંબરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન તેણે રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડ્યા છે .

Image

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે પોતાના કરિયર દરમિયાન દક્ષિણ આફ્રિકા ટીમ વિરુદ્ધ 21 મેચમાં 1252 રન બનાવ્યા હતા જ્યારે વીરેન્દ્ર સેહવાગે 15 મેચમાં 1306 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે સેન્ચુરિયન ટેસ્ટમાં કોહલીએ પ્રથમ દાવમાં 38 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા. હાલમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ટોચ પર છે જેણે દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે, તેના નામે 1741 રન છે.

ભારત હાર બાદ WTC માં ફેંકાયું બાંગ્લાદેશથી પણ પાછળ 

Image

સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આયોજિત આ મેચમાં હાર બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશથી નીચે પાંચમા ક્રમાંકે પહોંચી ગઈ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાને મોટો ફાયદો થયો છે અને તે ભારત સામે શાનદાર જીત પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ સ્થાને આવી ગઈ છે.

આ પણ વાંચો -- આ પૂર્વ ક્રિકેટર તો ઠગ નીકળ્યો! હોટેલ તાજ સાથે 5 લાખ અને રિષભ પંત સાથે કરી 1.6 કરોડની ઠગાઈ

Tags :
Advertisement

.