ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય સ્ટાર જિમ્નાસ્ટ દિપા કર્માકરે અચાનક કરી નિવૃત્તિની જાહેરાત, જાણો શું કહ્યું

ભારતીય મહિલા જિમ્નાસ્ટ દીપા કર્માકરે નિવૃત્તિ લીધી ઓલિમ્પિક 2016માં શાનદાર પ્રદર્શન કર્યું હતું સપાટ પગને કારણે લોકોએ ખૂબ હસી ઉડાવી હતી Dipa Karmakar Announces Retirement : ઓલિમ્પિક 2024 (Olympics 2024) ના સમાપન બાદ, ભારતીય સ્ટાર જિમ્નાસ્ટ દિપા કર્માકરે (Indian...
09:17 PM Oct 07, 2024 IST | Hardik Shah
Dipa Karmakar

Dipa Karmakar Announces Retirement : ઓલિમ્પિક 2024 (Olympics 2024) ના સમાપન બાદ, ભારતીય સ્ટાર જિમ્નાસ્ટ દિપા કર્માકરે (Indian star gymnast Dipa Karmakar) પોતાના નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. દીપા એ ભારતની પ્રથમ મહિલા જિમ્નાસ્ટ છે જેણે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેણે આ મહત્વપૂર્ણ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાના પ્રશંસકોને આ અંગે માહિતી આપી હતી.

ઓલિમ્પિકમાં દીપાનું યોગદાન

દીપા કર્માકરે ભારત માટે ઘણી મોટી ઇવેન્ટ્સ રમી હતી અને મેડલ પણ જીત્યા છે. તેણે ઓલિમ્પિક 2016માં ભાગ લીધો હતો. જ્યાં તેનું પર્ફોર્મન્સ ખૂબ જ આકર્ષક હતું. જોકે તે મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. તેણી ચોથા ક્રમે રહી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે, તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. દીપાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે અને તેની નિવૃત્તિનું કારણ જણાવ્યું છે. આમાં તેણે લખ્યું છે કે, 'ઘણા વિચાર કર્યા પછી મેં નિર્ણય લીધો છે કે હું જિમ્નાસ્ટિક્સમાંથી નિવૃત્તિ લઈ રહી છું. આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પરંતુ આ યોગ્ય સમય છે. જિમ્નેસ્ટિક્સ મારા જીવનનો એક મોટો ભાગ છે અને હું દરેક ક્ષણ માટે આભારી છું. મને પાંચ વર્ષની દીપા યાદ છે, જેને કહેવામાં આવ્યું હતું કે તેના સપાટ પગને કારણે તે ક્યારેય જિમ્નાસ્ટ બની શકતી નથી. આજે હું મારી સિદ્ધિઓ જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. તેણે આગળ લખ્યું, 'વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને મેડલ જીતવું અને સૌથી અગત્યનું રિયો ઓલિમ્પિકમાં પ્રોડુનોવા વોલ્ટનું પ્રદર્શન કરવું... મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ રહી છે. આજે હું દીપાને જોઈને ખૂબ જ ખુશ અનુભવું છું કારણ કે તેણીમાં સપના જોવાની હિંમત હતી.

મારી અંતિમ જીત એશિયન જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ તાશ્કંદ એક ટર્નિંગ પૉઇન્ટ હતો, કારણ કે ત્યાં સુધીમાં મને લાગ્યું કે હું મારા શરીરને વધુ આગળ વધારી શકીશ. પરંતુ કેટલીકવાર આપણું શરીર આપણને કહે છે કે આરામ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ હૃદય હજી પણ સંમત નથી થતું. ભલે હું નિવૃત્ત થઈ રહી છું, પરંતુ જિમ્નેસ્ટિક્સ સાથેનું મારું જોડાણ ક્યારેય તૂટશે નહીં. હું આ રમતને કંઈક પાછું આપવા માંગુ છું - કદાચ માર્ગદર્શન, કોચિંગ, મારા જેવી છોકરીઓને સહાય કરીને.

દીપા કોચિંગમાં પોતાનો હાથ અજમાવી શકે છે

આ સિવાય તેણે પોતાના કોચનો પણ આભાર માન્યો હતો. પોતાના કોચ વિશે લખતાં દીપાએ લખ્યું, હું મારા કોચ, વિશ્વેશ્વર નંદી સર અને સોમા મેડમનો આભાર માનું છું, જેમણે મને છેલ્લા 25 વર્ષથી માર્ગદર્શન આપ્યું અને મારી સૌથી મોટી તાકાત બનવામાં મદદ કરી. ત્રિપુરા સરકાર, જિમ્નેસ્ટિક્સ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને મેરાકી સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ અને છેલ્લે, મારા સારા અને ખરાબમાં હંમેશા મારી પડખે રહેનાર મારા પરિવાર તરફથી મને મળેલા સમર્થન માટે પણ હું ખૂબ જ આભારી છું.

આ પણ વાંચો:  સરફરાઝ ખાન આ સિદ્ધિ મેળવનારો મુંબઈનો પ્રથમ ખેલાડી બન્યો

Tags :
Dipa KarmakarDipa Karmakar gymnastdipa karmakar instagramDipa Karmakar newsDipa Karmakar retirementflat feet dipaGujarat Firstgymnast newsHardik ShahIndian female gymnastOlympics 2016rio olympics
Next Article