Rishabh Pant Wins Hearts : અકસ્માતમાં રિષભ પંતનો જીવ બચાવનાર યુવકોને મળી સ્કુટરની ભેંટ
Rishabh Pant Wins Hearts : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર અને બેસ્ટમેન રિષભ પંત (INDIAN CRICKETER RISHABH PANT) નો અગાઉ ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા કરોડો લોકો સુધી તે પહોંચ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બે યુવકો ક્રિકેટર માટે દેવદુત બનીને આવ્યા હતા. અને ક્રિકેટરને મદદ કરી હતી. હવે ક્રિકેટર રિષભ પંત દ્વારા તેમનું રૂણ ચુકવવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) ના માધ્યમાથી સામે આવી રહ્યું છે. રિષભ પંત દ્વારા બે યુવકોને સ્કુટર આપ્યા છે. જેની માટે યુવકો તરફથી સોશિયલ મીડિયા પર આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Was a privilege to be in India to shoot this story on @RishabhPant17 for @7Cricket. To visit the accident site was quite surreal as was meeting the two young first responders while also getting to trace his story in his hometown of Roorkee #AusvInd pic.twitter.com/cSgONbrdsj
— Bharat Sundaresan (@beastieboy07) November 23, 2024
ગંભીર ઇજાગ્રસ્ત રિષભ પંતની મદદે બે યુવકો દેવદૂત બનીને આવ્યા
ડિસેમ્બર - 2022 માં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંત તેમની કાર લઇને જઇ રહ્યા હતા. દરમિયાન હાઇવે પર કાર ક્રેશ થવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિષભ પંત અતિગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં કારને જોતા પ્રથમ દ્રષ્ટિએ કોઇ બચ્યું નહીં હોય તેવો જ વિચાર આવે તેમ હતું. જો કે, આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત રિષભ પંતની મદદે બે યુવકો દેવદૂત બનીને આવ્યા હતા. અને તેને ગંભીર હાલતમાં સારવાર મળે તે માટે મદદ કરી હતી. સમયસર સારવાર મળતા રિષભ પંત સાજો થયો હતો, દરમિયાન અનેક વખત તેમના દ્વારા જીવ બચાવનાર રજત અને નિશુનો આભાર સોશિયલ મીડિયામાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમે તમારા રૂણી છીએ.
તાજેતરમાં ક્રિકેટર રિષભ પંત દ્વારા બે યુવાનોનું રૂણ ચુકવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે. જેમાં એક એકાઉન્ટ યુઝરે ટ્વીટર પર પોસ્ટ લખતા જણાવ્યું કે, રજત અને નિશુને રિષભ પંત દ્વારા બે ટુ વ્હીલરની ભેંટ આપવામાં આવી છે. રજત અને નિશુનો આભાર (ભયાનક અકસ્માતના દિવસે બંનેએ મદદ કરી હતી). અમે તમારા રૂણી છીએ.
આ પણ વાંચો -- Maharashtra Election : આદિત્ય ઠાકરે જીત્યો તો અમિત ઠાકરે હાર્યો, એક કાકાએ જીતાડ્યા તો બીજાએ હરાવ્યા...