Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંતે તોડ્યો માહીનો રેકોર્ડ, ટેસ્ટમાં બતાવ્યો T20 અવતાર

ટીમ ઈન્ડિયામાં પોતાના અલગ અંદાજથી બેટિંગ કરવા માટે જાણીતા રિષભ પંતે એજબેસ્ટનમાં રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ધમાકેદાર બેટિંગ કરી ઈંગ્લિશ બોલરોને ખૂબ ધોયા હતા. એક સમય એવો આવ્યો હતો કે ટીમ ઈન્ડિયા 200 રન પણ કરશે કે નહીં તેવી સ્થિતિમાંથી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ટીમને બહાર કાઢી છે. ત્યારે પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 338/7 હતો. કહેવાય છે કે, ટેસ્ટ મેચમાં ધૈર
પંતે તોડ્યો માહીનો રેકોર્ડ  ટેસ્ટમાં બતાવ્યો t20 અવતાર
ટીમ ઈન્ડિયામાં પોતાના અલગ અંદાજથી બેટિંગ કરવા માટે જાણીતા રિષભ પંતે એજબેસ્ટનમાં રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ધમાકેદાર બેટિંગ કરી ઈંગ્લિશ બોલરોને ખૂબ ધોયા હતા. એક સમય એવો આવ્યો હતો કે ટીમ ઈન્ડિયા 200 રન પણ કરશે કે નહીં તેવી સ્થિતિમાંથી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ટીમને બહાર કાઢી છે. ત્યારે પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 338/7 હતો. 
કહેવાય છે કે, ટેસ્ટ મેચમાં ધૈર્ય અને યોગ્ય ટેકનિકથી જ તમે રમી શકો છો. જો તમારી પાસે તે નહીં હોય તો તમે ટેસ્ટમાં આગળ વધી શકશો નહીં, પરંતુ આજે જાણે સમય બદલાઇ જ ગયો છે. જેનું ઉદાહરણ શુક્રવારે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ છે. જીહા, એક સમય એવો આવ્યો હતો કે ટીમ ઈન્ડિયા જલ્દી જ ઓલ આઉટ થઇ જશે પરંતુ ત્યારે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેદાન પર આવ્યો અને તેણે તાબડતોડ બેટિંગ કરતા સ્કોરને ઝડપથી ફરતું કર્યું હતું. પંતે 111 બોલમાં 146 રનની શાનદાર ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 20 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ તોફાની ઇનિંગની સાથે તેણે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે અને દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. 
મહત્વનું છે કે, મેચમાં ભારતના 98 રન પર 5 વિકેટ બાદ રિષભ અને રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને મેચમાં લીડ અપાવી હતી. આ સાથે રિષભે ઘણા ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. પંતે 146 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડના બોલરોને બેકફૂટ પર મૂકી દીધા. તેણે એશિયા બહાર ભારત માટે ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 89 બોલમાં તેની પાંચમી ટેસ્ટ સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. 
Advertisement

રિષભ પંતે પોતાની શાનદાર ઇનિંગમાં 20 ફોર અને 4 સિક્સર ફટકાર્યા હતા. તેને બીજા છેડેથી રવિન્દ્ર જાડેજાનો પુષ્કળ ટેકો મળ્યો અને આ રીતે બંનેએ 222 રનની ભાગીદારી કરી, જે ઈંગ્લેન્ડ સામે છઠ્ઠી વિકેટ માટે ભારતની સર્વોચ્ચ ભાગીદારી છે. આજે તેની પાંચમી ટેસ્ટ સદી સાથે પંતે ભારત તરફથી સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 
એશિયા બહાર ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ સદી
78 બોલ - 2006મા ગ્રોસ આઈલેટ ખાતે વિરેન્દ્ર સેહવાગ vs વેસ્ટ ઈન્ડિઝ.
88 બોલ - 1990મા લોર્ડ્સ ખાતે મોહમ્મદ અઝહરુદ્દીન vs ઈંગ્લેન્ડ.
89 બોલ - 2022મા એજબેસ્ટન ખાતે રિષભ પંત vs ઈંગ્લેન્ડ.
93 બોલ - એમએસ ધોની - 2006મા પાકિસ્તાન વિરુદ્ધ.
ટીમ ઈન્ડિયામાં વિરેન્દ્ર સહેવાગ બાદ રિષભ એક માત્ર બેટ્સમેન છે કે જે ટેસ્ટમાં પણ T20 ના અવતારમાં જોવા મળે છે. જીહા, રિષભ પંતે શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતથી જ પ્રહાર કરતા તોફાની બેટિંગ કરી હતી. આ મેચમાં તે ટેસ્ટ નહીં પણ T20 મેચ રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પંત એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર ચોથો ભારતીય વિકેટકીપર પણ બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં સદી ફટકારી હતી. 
ભારત માટે, એશિયાની બહાર માત્ર ત્રણ વિકેટ-કીપર બેટ્સમેનોએ ત્રણ સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે 2018થી રમતા માત્ર 4 વર્ષમાં 4 સદી ફટકારી છે. આ પહેલા વિજય માંજરેકર, અજય રાત્રા અને રિદ્ધિમાન સાહા એશિયાની બહાર ભારત માટે સદી ફટકારી ચૂક્યા છે. તે વિશ્વનો એકમાત્ર એવો વિકેટ કીપર બેટ્સમેન છે જેણે ઈંગ્લેન્ડમાં 2 સદી ફટકારી છે.
Tags :
Advertisement

.