Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INDIA VS SOUTH AFRICA FINAL : ક્યાંક હવન તો ક્યાંક પૂજા! ભારતની જીત માટે ક્રિકેટપ્રેમીઓની અનોખી આસ્થા

INDIA VS SOUTH AFRICA FINAL : ભારતમાં ક્રિકેટની દીવાનગી કેટલી હદ સુધી છે, તેના વિશે તો સૌ જાણતા જ હશે. ભારતમાં ક્રિકેટ ફક્ત એક રમત કરતા વધારે ઊંચો દરજ્જો ધરાવે છે. ભારતના ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ ટીમના પ્લેયર્સ માટે વિશ્વકપ...
india vs south africa final   ક્યાંક હવન તો ક્યાંક પૂજા  ભારતની જીત માટે ક્રિકેટપ્રેમીઓની અનોખી આસ્થા
Advertisement

INDIA VS SOUTH AFRICA FINAL : ભારતમાં ક્રિકેટની દીવાનગી કેટલી હદ સુધી છે, તેના વિશે તો સૌ જાણતા જ હશે. ભારતમાં ક્રિકેટ ફક્ત એક રમત કરતા વધારે ઊંચો દરજ્જો ધરાવે છે. ભારતના ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ ટીમના પ્લેયર્સ માટે વિશ્વકપ કોઈપણ હોય તે ખૂબ જ જરૂરી હોય છે. વિશ્વકપમાં જીત એટલે જે વિશ્વ ક્રિકેટમાં દેશનો ડંકો. ભારત હવે T20 WORLD CUP 2024 માં ફરી એક વખત વિશ્વકપના ફાઇનલમાં પહોંચી ગયું છે, ત્યારે સૌ લોકો ભારતની ટીમના જીતની આશા રાખી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત માટે સવારથી મંદિરોમાં હવન અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. કાશીથી પ્રયાગરાજ અને કાનપુર સુધીના મંદિરોમાં ચાહકોની લાંબી કતારો લાગી ગઈ છે. ટીમ ઈન્ડિયાની દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) સામે  ઐતિહાસિક જીત માટે દરેક લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રયાગરાજમાં ભારતના જીત માટે કરાયા ભજન કીર્તન

Advertisement

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય ટીમના વિજય માટે ભગવાનને પ્રાથના કરવામાં આવી રહી છે. સવારથી જ આજે ભારતને જીત મળે તે માટે ભક્તો મંદિરમાં ભજન કીર્તનમાં લાગી ગયા છે. ક્રિકેટ ફેન્સ તેમના મનપસંદ ક્રિકેટર્સ અને ભારતનો તિરંગો સાથે રાખીને ભગવાન પાસે ભારતના જીતની પ્રાથના કરી રહ્યા છે.

Advertisement

ક્રિકેટર્સના પોસ્ટર્સ લઈને કાનપુરમાં પૂજા

કાનપુરમાં પણ અનોખી રીતે ભારતની ટીમની જીત માટે ક્રિકેટ ચાહકો પ્રાથના કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ચાહકો વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ જેવા ઘણા ક્રિકેટરોના પોસ્ટર લઈને ભારતની ટીમની જીત માટે પ્રાથના કરી રહ્યા છે.

વારાણસીમાં ખાસ ગંગા આરતી અને હવન

T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમની જીત માટે કાશીમાં હવન કરવામાં આવી રહ્યો છે. વારાણસીની નમામી ગંગે ટીમે કાશી વિશ્વનાથ મંદિરની સામે સ્થિત ગંગા દ્વાર ખાતે ગંગા આરતી કરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાની જીત માટે ઘણા ચાહકોએ હવન પણ કર્યો હતો. આ દરમિયાન ચાહકોના હાથમાં ક્રિકેટર્સ, બેટ અને તિરંગાની તસવીરો પણ જોવા મળે છે.

બે અજેય ટીમ વચ્ચે CHAMPION બનવાની લડાઈ

ઉલ્લેખનીય છે કે, આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) વચ્ચે અમેરિકાના બાર્બાડોસમાં મેચ રમાશે. ફાઇનલમાં બંને ટીમોની ટક્કર જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારતીય ટીમ 2007 થી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. આ વખતે અમેરિકા મેચની યજમાની કરી રહ્યું છે. ગુરુવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) પણ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. અન્ય એક મહત્વની વાત એમ છે કે, બંને ટીમ એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે, માટે આ મુકાબલો ચોક્કસપણે ટક્કરનો રહેશે.

આ પણ વાંચો : INDIA VS SOUTH AFRICA FINAL : આજની મેચમાં વરસાદ બનશે વિલન તો કોને થશે ફાયદો?

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

featured-img
Top News

Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

×

Live Tv

Trending News

.

×