Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 વર્લ્ડકપ બાદ ભારત બનશે ઝિમ્બાબ્વેનું મહેમાન, જાણો શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં અત્યાર સુધી બે ટેસ્ટમાં ભારત અને ઇંગ્લૈંડ બંને 1 -1 મેચ જીતીને બરાબરી ઉપર છે. ત્યારે હવે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીને...
t20 વર્લ્ડકપ બાદ ભારત બનશે ઝિમ્બાબ્વેનું મહેમાન  જાણો શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં અત્યાર સુધી બે ટેસ્ટમાં ભારત અને ઇંગ્લૈંડ બંને 1 -1 મેચ જીતીને બરાબરી ઉપર છે. ત્યારે હવે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીને ઝિમ્બાબ્વે હોસ્ટ કરવાનું છે.

Advertisement

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ T20 શ્રેણી T20 વર્લ્ડ કપ 2024 પછી રમાશે. 6 ફેબ્રુઆરીએ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ (BCCI) અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ શ્રેણીની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 6 જુલાઈ, 2024થી શરૂ થશે. આ શ્રેણીના આયોજનનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો અને બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.

Advertisement

ભારત અને ઝિમ્બાબ્વે T20 શ્રેણીનું પૂર્ણ શેડ્યૂલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આ T20 શ્રેણી જુલાઈ 2024 માં રમાશે. આ પહેલા ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. જે જૂનમાં શરૂ થશે. આ T20 સિરીઝનો સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે. આ શ્રેણીની તમામ મેચ હરારેમાં રમાશે.

Advertisement

પ્રથમ મેચ- 6 જુલાઈ (હરારે)

બીજી મેચ- 7 જુલાઈ (હરારે)

ત્રીજી મેચ- 10 જુલાઈ (હરારે)

ચોથી મેચ- 13 જુલાઈ (હરારે)

પાંચમી મેચ- 14 જુલાઈ (હરારે)

ઝિમ્બાબ્વે ચોથી વખત ટી-20 શ્રેણીની યજમાની કરશે

ઝિમ્બાબ્વે ચોથી વખત ભારત સામે ટી-20 શ્રેણીની યજમાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા ઝિમ્બાબ્વેએ વર્ષ 2010, 2015 અને 2016માં ભારતીય ટીમ સામે ટી-20 શ્રેણીની યજમાની કરી હતી. હવે ઝિમ્બાબ્વે ચોથી વખત ટી-20 શ્રેણીની યજમાની કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો -- Rajkot : ભારત અને ઇંગ્લેન્ડની મેચ પહેલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું કરાશે નામકરણ

Tags :
Advertisement

.